Charotar Sandesh
ગુજરાત

અનોખો રેકોર્ડ : એક વિદ્યાર્થિનીએ કેજીથી ધોરણ ૧૨ સુધી એકપણ રજા નથી પાડી…

ભરૂચ : કોરોનાકાળમાં શાળા-કોલેજો બંધ હતી જેને કારણે શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં નિયમિત હાજરી આપનાર વિદ્યાર્થીઓનું શાળાઓ દ્વારા સન્માન કરાય છે. પરંતુ શાળાઓ બંધ હોવાથી આ વર્ષને બદલે કેજીથી ધો. ૧૨ સુધી ૧૦૦ ટકા હાજર રહેનાર વિદ્યાર્થીનીનું ભરૂચની એમિટી શાળા દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે સન્માન કરાશે. સંજોગો વસાત એમિટી શાળામાં જ એક સમયે અભ્યાસ કરતી વિદ્યાર્થીની જે હાલ એજ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.
તેણીને પણ સતત ૧૪ વર્ષ સુધી ૧૦૦ ટકા હાજરી આપવા બદલ શાળાએ સન્માનિત કરી હતી. ૭૨માં પ્રજાસત્તાક દિન નિમિત્તે કેજીથી ધો.૧૨ દરમિયાન ૧૦૦ ટકા હાજર વિદ્યાર્થીની ધ્વનિ બિરેન જાદવને શાળાની શિક્ષિકા જ્યોતિબેન વણકરના હસ્તે સન્માન કરાશે.વિદ્યાર્થીઓ શાળામાં કાયમ હાજર રહે તો શૈક્ષણિક કાર્યમાં આગળ પડતા થાય છે.
જેના કારણે સન્માન સમારોહનું આયોજન કરીને અન્ય વિદ્યાર્થીઓને પણ ૧૦૦ ટકા હાજરી નોંધાય તેવું પ્રોત્સાહન પુરૂ પડાય છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થઇ શક્યુ નથી. જ્યારે જિલ્લા કક્ષાનો ધ્વજ વંદનનો કાર્યક્રમ ભરૂચના હોસ્ટેલ ગ્રાન્ટ ખાતે ઉજવાશે.

Related posts

લોકડાઉન : ઘરકંકાસના કિસ્સામાં વધારો, ૧૮૧ અભયમને રોજની ત્રણ ગણી ફરિયાદો મળે છે…

Charotar Sandesh

આપની ઍન્ટ્રી, જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં કુલ ૪૬ બેઠકો…

Charotar Sandesh

રાજકીય કિન્નાખોરી રાખી મારી સિક્યોરિટી એજન્સીનું લાયસન્સ રદ્દ કરાયું : કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવત

Charotar Sandesh