Charotar Sandesh
સ્પોર્ટ્સ

અમારી ટીમે પાવર પ્લેમાં જ મેચ ગુમાવી દીધી હતી : શ્રેયસ અય્યર

દુબઈ : સનરાઇઝર્સ હૈદરાબાદની સામે ૮૮ રનથી હારનો સ્વાદ ચાખેલ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે કબૂલ્યુ કે તેની ટીમે પાવર પ્લેમાં જ મેચ ગુમાવી દીધો હતો. જો કે અય્યરને હજુ પણ આગામી બે મેચમાં એક જીત મેળવી પ્લે ઓફમાં પ્રવેશ મળશે તેવો વિશ્વાસ છે. અય્યરે આ અંગે જણાવતા કહ્યુ હતુ કે આ ખુબ મોટી હાર છે, પણ હાલ સમય નથી કે હારને લઇને ગુમસુમ બેસી જઇએ. હજુ અમારા હાથમાં બે મેચ છે અને માત્ર એક જીત મળે તેવી જરૂર છે. અમે છેલ્લા ત્રણ મેચથી એ જીત કેવી રીતે મળે તેની રાહ જોઇ રહ્યા છીએ.
અમને બાકી મેચોમાં સારા પ્રદર્શનની પ્રેરણા મળશે અને જરૂરથી સારૂ પરિણામ પણ મેળવીશું તેમાં કોઇ બે મત નથી. અય્યરે જણાવ્યું કે પાવર પ્લેમાં ૭૭ રન બનાવી લીધા અને તે જ મેચ હારવાથી નીરાશ થઇ જવાય તે સ્વાભાવિક છે. અમારે હવે મેદાનમાં ખુબજ મજબુત માનસિક્તા અને સકારાત્મક રીતે ઉતરવાનું છે. આ પરાજયથી મનોબળના તૂટે તે પણ ધ્યાનમાં રાખવાનું છે. સનરાઇઝર્સના કેપ્ટન ડેવિડ વોર્નરનું પણ કહેવુ છે કે આગામી બે મેચ તેમના માટે પણ એટલો જ મહત્વનો છે. આગામી બે મેચમાં તેમનું લક્ષ્ય મોટો સ્કોર બનાવી દેવાનું છે જેથી પ્લે ઓફમાં પ્રવેશની આશા ટકી રહે.
ટોસ જીતવાથી પહેલા બેટીંગ પસંદ કરી શક્યા હોત. અમારે તેમના ઝડપી બોલરો ફાસ્ટ બોલરને નિશાન બનાવવા હતા. જોની બેયરસ્ટોને બહાર રાખવાનો નિર્ણય કઠીન હતો, જો કે અમને લાગ્યુ કે ચોથા નંબરે કેન વિલિયમસનની વધારે જરૂર છે. વોર્નર ૮૭ રન બનાવનાર રિદ્ધિમાન સાહાની પ્રશંસા કરતા કહ્યુ કે પાવર પ્લેમાં તેનો સ્ટ્રાઇક રેટ કમાલનો છે. તેઓ ઇજાગ્રસ્ત થયા છે અને વિજય શંકરની ઇજા અંગે હજુ જાણી શકાયુ નથી. કેપ્ટન વોર્નરે કહ્યું કે સાહાને ગંભીર ઇજા થઈ છે.

Related posts

યુવરાજસિંહે ઓસ્ટ્રેલિયાની બિગ-બૅશ લીગમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી…

Charotar Sandesh

ભારતીય મહિલા હોકી ટીમે ઓલંપિક ટેસ્ટ ઈવેંટમાં જાપાનને ૨-૧થી હરાવ્યું…

Charotar Sandesh

બીજી ટેસ્ટ : ઓસ્ટ્રેલિયા ૩૩૮ રનમાં ઓલઆઉટ, ભારતના બે વિકેટે ૯૬ રન…

Charotar Sandesh