Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીના ૪૮ ટકા ભારત અને ચીનના : રિપોર્ટ

USA : અમેરિકામાં ૨૦૧૯માં ભણવા આવેલા કુલ વિદેશી વિદ્યાર્થીના ૪૮ ટકા ભારત અને ચીનના વિદ્યાર્થીઓ હોવાની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી હતી.
જાહેર કરાયેલા એક રિપોર્ટમાં જણાવાયું હતું કે ૨૦૧૯માં ૧૫.૨ લાખ વિદ્યાર્થી અમેરિકામાં ભણવા આવ્યા હતા અને એ ૨૦૧૮ કરતા ૧.૭ ટકા ઓછા વિદ્યાર્થી હતા. ૨૦૧૯માં અમેરિકામાં ભણવા ગયેલા ૭,૩૩,૭૧૮ અથવા ૪૮ ટકા વિદ્યાર્થી ભારત અને ચીનના વિદ્યાર્થીઓ હતા તથા એમાંથી ચીનના (૪,૭૪,૪૯૭) અને ભારતના (૨,૪૯,૨૨૧) વિદ્યાર્થી હતા.
જોકે, ૨૦૧૮ કરતા ૨૦૧૯માં એશિયાના ૨૮,૦૬૩ વિદ્યાર્થી અમેરિકામાં ઓછા ભણવા આવ્યા હતા. જોકે, ૨૦૧૮ કરતા ૨૦૧૯માં ચીનના (૪,૨૩૫) અને ભારતના (૨૦૬૯) વિદ્યાર્થી ઓછા ભણવા આવ્યા હતા.

  • Nilesh Patel

Related posts

અમેરિકામાં કોરોના વાયરસનો હાહાકાર : ૧૩૦૦થી વધુના મોત…

Charotar Sandesh

પાકિસ્તાનમાં બાળકોને ગુમરાહ કરવાનું કાવત્રું : શાળાઓમાં બાળકોને ભારત વિરુધ્ધ ભણાવવામાં આવે છે

Charotar Sandesh

યુ.એસ.ના ન્યૂજર્સીમાં હિન્દૂ ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટીનું પ્રશંસનીય કાર્ય…

Charotar Sandesh