Charotar Sandesh
ગુજરાત

આગામી ચૂંટણીમાં તમામ ૧૮૨ બેઠક જીતીશું : સી.આર. પાટીલ

કાર્યકર્તાઓને સ્પષ્ટ વાત કરતા કહ્યું કે, જૂથવાદ કરનારને તેનું સ્થાન બતાવાવમાં આવશે…

જૂનાગઢ : ભાજપ ગુજરાતનાં અધ્યક્ષ સી. આર. પાટીલ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસે છે. આજે તેમનો બીજો દિવસ છે. પ્રદે અધ્યક્ષે આજે ભાજપના કાર્યકર્તાઓને અનેક વાતો સમજાવી દીધી છે. તેમણે કાર્યકર્તાઓને સ્પષ્ટ વાત કરતા કહ્યું કે, જૂથવાદ કરનારને તેનું સ્થાન બતાવાવમાં આવશે. અમે કાર્યકરોને વિનંતી કરી છે કે, તેઓ ક્યારેય જૂથવાદમાં પડે નહીં. તમે તમારા મેરિટ ઉપર જ લક્ષ્ય આપજો. તમને તમારા કરેલા કામ પરથી જવાબદારી સોંપવામાં આવશે. કોઇના કહેવાથી અને કોઇના જૂથમાં રહેવાથી કોઇ જવાબદારી નહીં મળે.
સી. આર પાટીલે વધુમાં જણાવ્યું કે, ૨૦૨૨માં તમામ ૧૮૨ બેઠક પર અમે જીતીશું. લોકસભાની ૨૬માંથી ૨૬ બેઠક જીત્યા હતા તેવી જ રીતે વિધાનસભાની પણ ૧૮૨માંથી ૧૮૨ બેઠકો પર જીત મેળવીશું. ૧૮૨ બેઠકો જીતવી અધરી વાત નથી. આ માટે અત્યારથી જો કહેલા કામ પાર પાડશે તો આ જીત એક હજારને એક ટકા નક્કી છે.
આ ઉપરાંત તેમણે કાર્યકર્તાઓનાં શિક્ષક બનીને પણ અનેક વાતોની ટકોર કરી કે, કાર્યકરોને જૂથવાદથી દૂર રહી કામ કરવું જોઇએ. નેતાઓના ઝભ્ભા પકડવાના બદલે પેજ સમિતિમાં સાચા કાર્યકરોને સ્થાન આપવા સૂચના આપવામાં આવી છે. ચૂંટણીમાં જો ટિકિટ જોઇતી હશે તો છેલ્લી ૪ ચૂંટણીમાં પેજ-બુથમાં પક્ષને લીડ હોવી જરૂરી છે. જો લીડ ન હોય તો ટિકિટની અપેક્ષા ન રાખવી. લોકોના કામ કરવા કાર્યકરોને ટકોર કરી છે.ન્કહ્વિ /।મંત્રીઓ-સાંસદો પાસે લોકોના પ્રશ્નો પહોંચાડવાની કાર્યકરોની જવાબદારી છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જુના નેતાઓને એક કરવાની શરૂઆત કરતા પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યની મુલાકાત લીધી છે. હેમાબેન આચાર્ય આરઝી હુકુમત આંદોલનમાં સામેલ થયા હતા.

ભાજપ સરકારમાં ૬૦ ટકા મંત્રીઓ મૂળ કોંગ્રેસીઃ હાર્દિક પટેલ

ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, “હાલ ભાજપ પાસે નેતાઓની અછત છે. સી.આર. પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસમાં ઉત્સાહમાં આવીને નિવેદનો આપી રહ્યા છે. હાલ બીજેપી સરકારમાં ૬૦ ટકા મંત્રીઓ મૂળ કૉંગ્રેસી છે. પાટીલ કાર્યકરોને સાચવવા માટે આવા નિવેદનો કરી રહ્યા છે. તેઓ નવાં નવાં આવ્યા છે એટલે ઉત્સાહમાં આવી ગયા છે. જો એવું જ હોય તો ગુજરાતની આગામી પેટા-ચૂંટણીમાં ભાજપે કૉંગ્રેસમાંથી આવેલા એક પણ નેતાને ટિકિટ ન આપવી જોઈએ.

Related posts

ખેડૂતો મુદ્દે કોંગ્રેસ મગરના આંસુ સારે છે, બિલ અંગે સરકાર ગેરસમજો દૂર કરેઃ આઈ કે જાડેજા

Charotar Sandesh

સૌરાષ્ટ્રની ત્રણ બેઠકની પેટાચૂંટણીમાં મત માગવા જતા રાજકારણીઓને લોકોએ ભગાડ્યા…

Charotar Sandesh

રાજ્યમાં આજે મધરાતથી એસટીના પૈડા થંભાવી દેવાની ચિમકી : કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે

Charotar Sandesh