Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : એન.સી.સી. દિવસ નિમિત્તે રેડક્રોસ સોસાયટીના સહયોગથી યોજાયેલ રકતદાન શિબિર…

આણંદ :  એન.સી.સી. દ્વારા પ્રતિ વર્ષ નવેમ્‍બર માસના ચોથા રવિવારે એન.સી.સી. દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે એન.સી.સી. ઉપનિર્દેશાલય, ગુજરાત, દાદરાનગર હવેલી, દીવ અને દમણ અંતર્ગત ગ્રપ મુખ્‍યાલય, વલ્‍લભવિદ્યાનગરના ઉપક્રમે અને રેડક્રોસ સોસાયટી, આણંદના સહયોગથી તાજેતરમાં રોજ રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ રકતદાન શિબિરમાં ૪, ગુજરાત ગર્લ્‍સ બટાલિય, એન.સી.સી. આણંદના એ.એન.ઓ. મહિલા અધિકારી, કેડેટ તથા જી.સી.આઇ. અને ઓફિસ કર્મયોગીઓએ કોવિડ-૧૯ની ગાઇડલાઇનને અનુસરીને ભાગ લીધો હતો. આ રકતદાન શિબિરમાં રકતદાતાઓએ રકતદાન કરી રકતદાન-મહાનદાન મંત્રને ચરિતાર્થ કર્યો હતો.

આ રકતદાન શિબિરનું સંચાલન કાર્યકારી કમાન્‍ડીંગ ઓફિસર, મેજર કવિતા સી. રામદેવપુત્રએ કર્યું હતું.

Related posts

વડાપ્રધાન મોદી પ્રચારાર્થે ગુજરાતની મુલાકાતે : આણંદ-ખેડા લોકસભા બેઠકની સંયુક્ત જનસભા સંબોધશે

Charotar Sandesh

શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે વડતાલધામમાં દેવોને ૧૦ હજાર કિલો કેરીનો અન્નકુટ

Charotar Sandesh

આણંદને જોડતા વડોદ-હાડગુડ-અડાસ માર્ગ બિસ્માર હાલતમાં : વાહનચાલકો હેરાન-પરેશાન…!

Charotar Sandesh