Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : જમીન વિકાસ નિગમના ફિલ્ડ આસીસ્ટન્ટની આવક રૂ. ૨ કરોડ અને સંપત્તિ અધધ ૧૦ કરોડ..!!!

આવક રૂ. 2 કરોડ અને સંપત્તિનો રૂ. 10 કરોડની… જમીન વિકાસ નિગમના ફિલ્ડ આસીસ્ટન્ટે બનાવી જંગી સંપત્તિ…

આણંદ : સરકારી અધિકારીઓ કર્મચારીઓ જ્યારે કાળા રૂપિયાનો સ્વાદ ચાખી જાય તે પછી અટકવાનું નામ નથી લેતા. ભાગ્યે જ કોઈ વ્યક્તિના મનમાં આવું ખોટું કર્યાનો પછતાવો થાય અને બાદમાં તે પોતાના આવા કામો બંધ કરી પ્રામાણિક ડ્યૂટી કરતાં હોય છે. આપણી સીસ્ટમમાં પ્રામાણિકોની સંખ્યા ઘણી ઓછી જોવા મળે છે. આવો જ એક શખ્સ છે જે આણંદ ખાતે જમીન વિકાસ નિગમ લી.માં ફિલ્ડ આસિસ્ટન્ટ અધિકારી તરીકે કામ કરતો હતો. ધીરુ બબાભાઈ શર્મા નામના આ શખ્સ પાસે આવક કરતાં 354.56 ટકા વધુ મિલકત છે. તેની પાસે જાહોજલાલીની લગભગ તમામ વસ્તુઓ છે. કુલ 8,04,53,892 (આઠ કરોડ ચાર લાખ ત્રેપન હજાર આઠસોને બાણું રૂપિયા)ની સંપત્તિ બનાવી લીધી છે. તેની પાસેથી જલાશ્રય રિસોર્ટ પણ મળી આવ્યો છે જોકે તેની માર્કેટ વેલ્યૂ ઘણવામાં આવે તો તો આંકડો ક્યાંય આગળ વધે તેમ છે. હાલ અહીં તો તેની જંત્રીની રકમ જ ગણતરીમાં લેવાઈ છે.
  • લાંચ રૂશવત વિરોધી બ્યૂરો (એસીબી) દ્વારા ભ્રષ્ટાચારીઓને સીધા કરવા ઘણા પગલા લેવાય છે. આ પગલાઓ રૂપે હાલમાં જ એસીબીના હાથે એક આણંદનો જમીન વિકાસ નિગમ લી.નો ફિલ્ડ આસી. (ક્લાસ-3) કર્મચારી ધીરુ શર્મા પકડાયો છે. તેના પોતાની નોકરી દરમિયાન મળેલી સત્તાનો ભરપુર દુરુપયોગ કરી પરિવારના સભ્યોના મિલકત સંબંધીત દસ્તાવેજી પુરાવાઓ અને બેન્ક ખાતાઓ સહિતની માહિતીઓ એસીબીએ મેળવી હતી. એસીબીએ જ્યારે તેની મિલકતો સહિતના દસ્તાવેજો અને તેની આવક વચ્ચે સરખામણી કરી તો સહુ ચોંકી ઉઠ્યા હતા. ક્લાસ 3 અધિકારી પાસે અધધધ મિલકત? એસીબીને હજુ શંકા એ પણ છે કે આ વ્યક્તિ પાસેથી આટલી સંપત્તિ છે તો તેની સાથે આવા કામો કરવામાં મદદ કરનારાઓ અન્યો કેટલાઓ પાસે કેટલી મિલકત હશે?
ધીરુ શર્મા સામે એસીબીએ અપ્રમાણસરની મિલકતો અંગે પ્રાથમિક તપાસ દરમિયાન તેના પરિવાજનોની સ્થાવર અને જંગમ મિલકતો સંબંધિત દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કર્યા છે. જેમાં તેના હોદ્દાની રૂએ ફરજ દરમિયાન કાયદેસરની આવકના દેખીતા સાધનોમાંથી થયેલી કુલ આવક રૂપિયા 2,26,90,979 (બે કરોડ છવ્વીસ લાખ નેવું હજાર અને નવસો ઓગણ્એસી રૂપિયા) હોવી જોઈએ જોકે કુલ ખર્ચ અને ઈન્વેસ્ટમેન્ટ 10,31,44,871 (દસ કરોડ એકત્રીસલાખ ચુમ્માલીસ હજાર આઠસો ઈકોતેર) રૂપિયા થાય છે. તો સવાલ એ ઊભો થાય છે કે આઠ કરોડ જેટલી બાકીની રકમ ક્યાંથી અને કેવી રીતે આવી. એસીબીએ આવક કરતાં 354.56 ટકાની વધુ મિલકત ધરાવવા મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એસીબીના પીઆઈ સી આર રાણાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, પોતાની આવકના અપ્રમાણસર મિલકત વસાવવા અંગેના વર્ષ 2020માં 24 ગુનાઓ દાખલ થયા છે. જેમાં ક્લાસ 1ના 3 અધિકારીઓ, ક્લાસ 2ના 7 અધિકારીઓ અને ક્લાસ 3ના 14 એમ કુલ 24 આરોપીઓ સામે કુલ રૂપિયા 37,48,66,237 (સાડત્રીસ કરોડ અડતાળીસ લાખ છાસઠ હજાર અને બસો સાડત્રીસ રુપિયા)ની અપ્રમાણસરની મિલકત વસાવ્યા સંદર્ભમાં ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જે વર્ષ 2018 કરતાં પણ વધુ છે. તે વખતે 14 આરોપીઓ સામે કુલ 35.98 કરોડ રૂપિયાની અપ્રમાણસરની મિલકત ધરાવ્યા સંદર્ભમાં ગુનાઓ એસીબી દ્વારા દાખલ કરવામાં આવ્યા હતા.

Related posts

આણંદમાં ક્રેડિટ સોસાયટીમાંથી ૧.૪૧ લાખના મત્તાની ચોરી : પોલીસ તપાસ શરૂ…

Charotar Sandesh

આણંદની પીએમ પટેલ લૉ કોલેજના આચાર્ય પીએચડી થયા

Charotar Sandesh

આગામી તા.૬ તથા તા.૧૩ના રોજ પ્રત્યેક મતદાન મથકોએ મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાશે…

Charotar Sandesh