Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં ૨૬ ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથ કાર્યરત : ૩૩૮૧ દર્દીઓની ચકાસણી કરાઈ…

૧૫૧૦૫ દર્દીઓ પૈકી ૬૦ વર્ષથી  ઉપરનાં ૩૩૮૧ ચકાસણી કરાઈ  
ઉપરાંત અન્ય ૨૨૩ તાવના અને શરદી ઉધરસના ૩૩ દર્દીઓની ૧૩૨૧૯ નાગરીકોને  રોગપ્રતિકારક શક્તિ વધારતી દવાઓનું વિતરણ

આણંદ : રાજ્‍ય સરકાર દ્વારા જિલ્લાના અંતરિયાળ અને શહેરી વિસ્‍તારોમાં આરોગ્‍યની સેવાઓ લોકોને મળી રહે તે હેતુસર ધન્‍વંતરી આરોગ્‍ય રથની શરૂઆત કરવામાં આવી છે. ધન્‍વંતરી આરોગ્‍ય રથ દ્વારા અંતરિયાળ વિસ્‍તારના લોકોને તાવ, શરદી, ઝાડા, ડાયાબીટીશ, બીપી, ચામડીના દર્દી વગેરેનું નિદાન અને સ્‍થળ ઉપર પ્રાથમિક સારવારની સેવાઓ આપે છે.

તદ્દઅનુસાર આણંદ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં ૨૬ ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથની ટીમો દ્વારા સર્વેલન્‍સની કામગીરી કરાઇ જેમાં ૧૫૧૦૫ વ્‍યક્‍તિઓનો સર્વે કરાયો. ધન્‍વંતરી આરોગ્‍ય રથમાં આર.બી.એસ.કે. ટીમના એક આયુષ તબીબ, એક ફાર્માસીસ્‍ટ અને એક એ.એન.એમ.નો સમાવેશ થાય છે. આ રથ આરોગ્‍ય સાથે સંલગ્ન ઇતિહાસ એપ દ્વારા અલગ તારવાયેલા હોટસ્‍પોટ વિસ્‍તારોમાં તાવ, શરદી, ઝાડા, ડાયાબીટીશ, બીપી, ચામડીના દર્દી વગેરેનું નિદાન અને સારવારની કામગીરી શરૂ થઈ છે.

આણંદ જિલ્લામાં ખાસ ફરજ ઉપરના સચિવ શ્રી સંદીપ કુમાર અને  કલેકટર શ્રી આર.જી. ગોહીલ, ડી.ડી.ઓ
શ્રી આશિષ કુમાર અને જિલ્લાના આરોગ્ય વિભાગના કોરોના વોરિયર્સની ઉપસ્થિતિમાં જિલ્લાના શહેર અને ગ્રામીણ વિસ્તારો માટે કુલ ૧૪ જેટલા આર.બી.એસ.કે. વાહનોને ધન્‍વંતરી આરોગ્‍ય રથ તરીકે કાર્યરત કરાયા. આ રથની ટીમો દ્વારા ૧૫૧૦૫ દર્દીઓનો સર્વે કરાયો હતો જેમાં ૬૦ વર્ષ ઉપરના ૩૩૮૧ ઉપરાંત અન્ય ૨૨૩ તાવના અને શરદી ઉધરસના ૩૩ દર્દીઓની સારવાર કરવામાં આવી અને ૧૩૨૧૯ વ્યક્તિઓને આયુષની દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત શમશમનીવટી ટેબ્‍લેટનું વિતરણ કરાયું હતું.

આણંદ જિલ્લાના તમામ તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારનાં નાગરિકોની ચકાસણી કરવામાં આવી રહી છે.

Related posts

સાંસદ મિતેષ પટેલ દ્વારા વર્ષ દરમ્યાન કરેલ કામગીરીના લેખા-જોખા રજુ કરતી બુકનું ઈ-વિમોચન થયું…

Charotar Sandesh

આણંદ જિલ્લાના આ શિક્ષક વંચિત પરિવારોના બાળકોને વિનામૂલ્યે અને અનોખી રીતે શિક્ષણ આપે છે…

Charotar Sandesh

રવિવારે ગ્રામ પંચાયતોમાં ચુંટણી જંગ : જિલ્લામાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે મતદાન યોજાશે

Charotar Sandesh