Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં વધુ ૧૦ કેસો પોઝીટીવ નોંધાયા : તંત્ર દ્વારા સેનેટાઈઝ કરી વિસ્તારને કન્ટેઈમેન્ટ કરાયા…

આણંદ શહેર વધુ ૪ કેસો સહિત ઉમરેઠમાં ૧, પેટલાદમાં ૩, આંકલાવમાં ૧, વલાસણમાં ૧ કેસો પોઝીટીવ નોંધાયેલ છે…

આણંદ : શહેરમાં લોકલ સંક્રમણ તથા અન્ય સ્થળોએ અવરજવરના કારણે વાયરસનો ચેપ વકરી રહ્યાની ભીતિ સાથે આરોગ્ય તંત્ર પણ અસંમજસની સ્થિતિમાં મૂકાયું છે. અનલોક-ર બાદ અન્ય જિલ્લાઓમાંથી બેરોકટોક અવરજવરના કારણે સંક્રમિત લોકોના સંપર્કમાં આવનારાઓને પણ ચેપ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઇ રહ્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દર્દી અને તેના પરિવારજનો તેમજ તેમના સંપર્કમાં આવનાર લોકોના આરોગ્યનું પરીક્ષણ કર્યું…

આજે નોંધાયેલ કેસોમાં (૧) રોનક પરસારામ પારેખ ઉ.વ. ૩૯ રહે. ૧૮ પ્રભુત્તમ સોસાયટી રાધેશ્યામ પાર્ટીપ્લોટ નજીક આણંદ, (ર) ફરીદમીયા હસુમીયા મલેક ઉ.વ. ૬૫ રહે. ટેકરી ભાગોળ ઉમરેઠ, (૩) ગોવિંદભાઈ અજભાઈ પરમાર ઉ.વ. ૭૨ રહે. અંબાલાલ પાર્ક સોસાયટી આણંદ, (૪) ફાતીમાબેન મહમંદભાઈ વ્હોરા ઉ.વ. ૭૮ રહે. ચોકસી બજાર પેટલાદ, (પ) શાહ રમેશચંદ્ર ઉ.વ.૭૫ રહે. આંકલાવ, (૬) કાજલબેન દર્શનભાઈ વીરોલા ઉ.વ. ૨૨ રહે. પેટલાદ, (૭) કીંજલબેન નેહલ પટેલ ઉ.વ. ૨૯ રહે. આઝાદ ચોક મેઘવા ગાના આણંદ, (૮) નેહલ પ્રફુલચંદ્ર પટેલ ઉ.વ. ૩૩ રહે. આઝાદ ચોક મેઘવા ગાના આણંદ, (૯) ધર્મેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ ઉ.વ. ૩૫ રહે. બ્રહ્મપોળ વસાલણ, (૧૦) ઉરેનકુમાર શાહ રહે. જામફળવાળાની ખડકી ધોરીકુઈ પેટલાદ સહિત દસ કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા છે.

આજે નગરપાલિકા અને ગ્રામ પંચાયતની જુદી જુદી ટીમો દ્વારા પોઝીટીવ આવેલા દર્દીઓના મકાન અને આસપાસના વિસ્તાર અને માર્ગોને સેનેટાઈઝ કરી કન્ટેઈમેન્ટ કર્યા હતા. જ્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દર્દી અને તેના પરિવારજનો તેમજ તેમના સંપર્કમાં આવનાર લોકોના આરોગ્યનું પરીક્ષણ કર્યું હતું.

Related posts

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્યાતિભવ્ય શરદોત્સવ-રાસોત્સવ ઉજવાયો હતો

Charotar Sandesh

આણંદના ધારાસભ્ય કાન્તી સોઢા પરમાર થયા કોરોના સંક્રમિત…

Charotar Sandesh

આણંદમાં શાસ્ત્રી બાગ પાસેથી બનાવટી ચલણી નોટો સાથે એક શખ્સને ઝડપી પાડતી આણંદ ટાઉન પોલિસ…

Charotar Sandesh