Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જીલ્લામાં કોરોનાની મહામારીએ વિકરાળ સ્વરુપ ધારણ કર્યું : આજે નવા ૧૪ કેસો સાથે કુલ ૨૦૩

આણંદ જિલ્લામાં પોઝિટિવ દર્દીનો વધારો : તમામ જગ્યાઓને સેનેટાઇઝ કરવા સહિત કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા…

આણંદ : કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સહિતના નિયમપાલન માટે તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ રોગની ગંભીરતાને ધ્યાને ન લઇને નિયમપાલનમાં બેદરકારી દાખવવા સહિતના કારણોસર હવે આણંદ શહેરમાં કોરોનાનો કહેર વકરી રહ્યાની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. આજે આણંદ શહેરમાં વધુ 14 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર ચિંતિત બન્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે નવા નોંધાયેલ કેસોમાં (૧) જકાતનાકા પાસે આવેલા રહીમાનનગરમાં રહેતા રસીદાબેન સીરાજભાઈ વ્હોરા ઉ.વ. પ૦, (ર) ભાલેજ રોડ ઉપર આવેલી મદીના મસ્જીદ પાસેની ઈકબાલ કોલોનીમાં રહેતા ફરીદાબેન ઈસ્માઈલભાઈ વ્હોરા ઉ.વ. ૬ર, (૩) ગોપી ટોકિઝ પાછળ આવેલી માનીયાની ખાડમાં રહેતા અન્જુમનબેન અન્સારી ઉ.વ. પ૦, (૪) ભાલેજ રોડની અમન સોસાયટીમાં હિનાબેન વ્હોરા, ઉ.વ. ર૬, (પ) નયાવતન સોસાયટીમાં સીકંદરભાઈ વ્હોરા, ઉ.વ. ૬પ, (૬) પોલસન ડેરી રોડ આવેલ પેરેમાઉન્ટ સોસાયટીમાં રહેતા ઈનુસભાઈ વ્હોરા ઉ.વ.૭૦, (૭) પોલસન ડેરી રોડ ઉપર આવેલી ઝકરીયા સ્ટ્રીટમાં રહેતા વ્હોરા સમીરા ઉ.વ. ૩પ અને (૮) અમરદીપ સોસાયટીમાં રહેતા દિવાન મુમતાઝ અનિશા ઉ.વ. ૬ર નાઓનો રિપોર્ટ પોઝીટીવ આવતાં તેઓને સારવારઅર્થે ખસેડવામાં આવેલ છે. તેમજ બપોર વધુ નવા છ કેસો નોધાવા પામેલ છે.

જેઓના રહેણાંક વિસ્તારમાં આરોગ્ય સહિતની ટીમ દ્વારા સેનેટાઇઝ, સર્વ અને કન્ટેઈનમેન્ટ ઝોન માટે બેરીકેટ લગાવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Related posts

આણંદમાંથી આવશ્યક ચીજ વસ્તુઓ લખેલી આઈસરમાથી ૫૭ વ્યક્તિઓ ઝડપાયા…

Charotar Sandesh

ખેડા જિલ્લામાં કોરોનાના વધુ ચાર કેસો સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું…

Charotar Sandesh

આણંદ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો : જુઓ શું માહિતી અપાઈ સાયબર ક્રાઈમ અંગે ?

Charotar Sandesh