Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ :  બાળકનાં ધર્માંતરણ કરવાનો પ્રથમ કિસ્સો, ચર્ચનાં પાદરી સામે ફરિયાદ નોંધાઈ…

પાદરીએ સગીરના માતા-પિતાની, કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવી દીધું હતું…

આણંદ : ગુજરાતમાં આણંદના આમોદમાં સગીર બાળકનાં ધર્માંતરણ કરવાનો પ્રથમ કિસ્સો નોંધવામાં આવ્યો છે. આમોદના કેથોલિક ચર્ચના પાદરીએ માતા પિતા અને કલેક્ટર કચેરીની મંજૂરી લીધા વગર સગીર બાળકનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું. જે બાદ પિતાએ આ મામલે ફરિયાદ કરતાં ધર્મજ પોલીસે કેથોલિક ચર્ચના પાદરી સામે ફરિયાદ નોધી છે.

૨૦૦૧માં નિખિલેશ ચોરસિયા અને સુધાબેન મકવાણાએ હિન્દૂ વિધિ મુજબ ગોરખપુરમાં પ્રેમ લગ્ન કર્યા હતા. પણ આ લગ્નજીવન સાત વર્ષનાં ટૂંકા ગાળામાં તૂટી ગયુ. પણ આ લગ્નજીવનમાં તેમને એક પુત્ર થયો હતો. છૂટાછેડા બાદ પુત્ર જોયલની કસ્ટડી માતાને મળી હતી. માતા સુધાબહેન એ સમયે ખ્રિસ્તી ધર્મનાં પાદરીઓ સાથે સંપર્કમાં આવ્યા હતા. આ દરમિયાન વર્ષ ૨૦૧૨માં કેથોલિક ચર્ચ આમોદના પાદરી દ્વારા બાપ્ટિઝ્‌મ વિધિથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું. પણ તેના માટે માતા પિતા કે કલેક્ટરની ધર્મપરિવર્તન માટે મંજૂરી માગવામાં આવી ન હતી. જે બાદ બાળકના પિતાએ ૨૦૧૩માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયથી આણંદ કલેકટર કચેરીમાં રજુઆત કરી હતી.

સુનાવણીના અંતે આણંદ કલેકટરે વર્ષ ૨૦૨૦માં જિલ્લા પોલીસ વડાને કેથોલિક ચર્ચના તત્કાલીન પાદરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો છે. ત્યારબાદ ધર્મજ પોલીસ સ્ટેશને પાદરી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે ગુજરાત ધર્મ સ્વંત્તત્ર અધિનિયમને વર્ષ ૨૦૦૮માં ગુજરાત વિધાનસભાએ બહાલી આપી છે. ત્યારબાદ સગીર વયના બાળકને ધર્માંતરણ કરવાનો આ પ્રથમ કેસ નોંધાયો છે. ધર્માંતરણના કાયદા મુજબ પાદરીએ કલેકટર કચેરી પાસે મંજૂરી લેવાની રહે છે. બીજુ કે સગીરના કેસમાં માતા-પિતા બંનેની કાયદા મુજબ સહમતિ અનિવાર્ય છે. ધર્માંતરણ કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કાયદામાં જોગવાઈ કરાઈ છે.

Related posts

આણંદ જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં થતાં અકસ્માતોના બનાવોમાં ઘટાડો થાય તે માટે કરાઈ મોકડ્રીલ…

Charotar Sandesh

ચરોતરમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકોને ભારે હાલાકી : ટ્રાન્સપોર્ટેશનના ઉદ્યોગને ભારે તકલીફો

Charotar Sandesh

બાળકોને ઓનલાઈન શ્રેષ્ઠ શિક્ષણ અને પ્રવૃત્તિઓમાં જોડતી જિલ્લાની એકમાત્ર પ્રાથમિક શાળા…

Charotar Sandesh