Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : હોસ્પિટલોમાં બેડની પરિસ્થિતિ માટે કંટ્રોલરૂમ કાર્યરત કરાયો : કલેકટર આર.જી.ગોહિલ

  • આણંદ જિલ્લામાં  ૧૯૩૭ બેડ જે પૈકી ૬૩ ટકા બેડ ઉપયોગમાં ૭૨૯ બેડ ઉપલબ્ધ બીજા વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે…
  • ઓકસીજન પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ ૧૮ ટનની વ્યવસ્થા કરાઇ
  • ૨૫૬૫ જેટલા રેમેડીસીવર ઇન્જેકશનનું વિતરણ ચાલુ છે : રેમડેસિવર ઇન્જેકશન માટે આણંદમાં નાગરિકોને લાઇનમાં ઉભા રહેવું પડયુ નથી…
  • જિલ્લાના નાગરિકો માટે કોરોના સંદર્ભે માર્ગદર્શન માટે હેલ્પ લાઇન શરૂ કરાઇ

આણંદ : જિલ્લામાં કોરોના સંક્રમિત થતા દર્દીઓ માટે હાલ ઉપલબ્ધ બેડની સ્થિતિ સંતોષકારક છે ઓક્સીજન પણ પૂરતા પ્રમાણમા પર્યાપ્ત છે અને રેમડીસીવર ઇન્જેકશનનું વિતરણ ૨૯ ખાનગી અને ત્રણ સરકારી હોસ્પીટલને કરવામાં આવી રહ્યું છે. આણંદ શહેરમાં આ ઇન્જેકશન માટે નાગરિકોને લાઇનમાં ઉભા રહેવુ પડ્યુ નથી એમ જણાવી કલેકટરશ્રી આર.જી.ગોહીલે વધુ વિગતો આપતા જણાવ્યું કે,  જિલ્લામાં કુલ ૧૯૩૭ બેડ ઉપલબ્ધ છે. અને પરિસ્થિતિને સતત ધ્યાને રાખી આગોતરા આયોજનના ભાગરૂપે સતત હોસ્પીટલોમાં બેડની સુવિધામાં વધારો કરવામા આવી રહ્યો છે.દાખલ દર્દીઓની સંખ્યા જોતા હાલ ૬૩ ટકા બેડ ઉપયોગમાં છે. આપણી પાસે ઓક્સીજન સાથેના ૯૭૧ બેડ છે. બીજા ૩૪૦ ઓ.ટુ.બેડ, ૩૬૨ સાદા બેડ ખાલી છે. ૨૨૫ બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને ૫૦ બેડને મલ્ટીપરપઝ અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. જેની સંખ્યા પણ હજુ વધશે. આર્યુ હોસ્પીટલ વિદ્યાનગર અને ચીખોદરા આઇ હોસ્પીટલ, શંકરા આઇ હોસ્પીટલમાં પણ ૨૫ બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે

જિલ્લામાં ૩૬ બેડ એવા ઉભા કરાશે જેમાં હવામાંથી જ ઓકસીજન મળી રહે તેવા સાધનોથી સજજ હશે. આ માટે દાતાઓ આગળ આવી રહયા છે.

આ રેમેડીસેવર ઇન્જેકશન ખાનગી હોસ્પીટલોમાં  સરકારશ્રી દ્વારા  આરક્ષીત કરાયેલ બેડ ઉપરના દર્દીઓ માટે તેમજ સરકારી હોસ્પીટલોમાં  વિનામૂલ્યે તબીબો દ્વારા આપવામાં આવી રહ્યા છે. જ્યારે ખાનગી હોસ્પીટલોમાં  કંપની મુજબ રૂા.૬૬૮/- અને રૂા.૧૮૪૪/- જી.એસ.ટી. સાથે દર્દીઓને આપવામા; આવશે તેથી વધુ નાંણા લઇ શકાશે નહી.

કલેકટરશ્રીએ વધુમા ઉમેર્યુ કે, આ ઉપરાંત ગ્રામ્ય સ્તરે પી. એચ. સી. , સી.એચ.સી. ખાતે પણ ૧૭૭૩ બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આમ સાદા બેડને પણ મલ્ટીપરપઝ યુઝ આવે તે રીતે અપગ્રેડ કરવામાં આવી રહયા છે. આ ઉપરાંત જી.આઇ.ડી.સી. તરફથી  રૂા.૪૦ લાખનું ફંડ અને સાંસદશ્રી મિતેષભાઇ પટેલના પ્રયાસોથી રૂા.૨૫ લાખનું ફંડ ક્રિશ્ના હોસ્પિટલ કરમસદ અને સરકારી હોસ્પીટલો માટે પ્રાપ્ત થયું છે. જેનો ઉપયોગ દર્દીઓની સારી આરોગ્ય સુવિધા આપવા માટે જ ઉપયોગ કરાશે.

આણંદ જિલ્લામાં પહેલા ૬ ટન ઓકસીજનનો વપરાશ હતો તે આજની સ્થિતિએ ૧૮ ટનની જરૂરીયાત છે. ગઇકાલ સુધી ૧૭ ટન ઓકસીજન પુરો પડાયો છે. રસીકરણ ની વિગતો આપતાં જણાવ્યું કે જિલ્લામાં ૫.૬૦ લાખ ના લક્ષ્યાંક સામે ૩ લાખ લોકોએ રસીકરણનો ડોઝ લીધો છે. અને કામગીરી હજુ ચાલું છે. જિલ્લા પંચાયત આણંદ ખાતે રસીકરણ માટેનું એક સુવ્યવસ્થિત કેન્દ્ર શરૂ કરાશે. આરટીપીસીઆર ટેસ્ટ માટે ક્રિશ્ના હોસ્પટલ કરમસદ ખાતે લેબની વ્યવસ્થા છે. જયારે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં ટુંક સમયમાં જ લેબ શરૂ કરવામાં આવશે. ગઇકાલ સુધીમાં ૧૬૮૮ ટેસ્ટ કરવામાં  આવ્યા છે. આણંદ જિલ્લામાં અમદાવાદ વડોદરા સહિત અન્ય જિલ્લા અને મધ્યપ્રદેશ જેવા રાજયોમાંથી દરદીઓ આવી રહયા છે તેઓને પણ સારવાર આપવામાં આવી રહી છે.

કલેકટરશ્રી આર.જી.ગોહીલે જણાવ્યું કે, જિલ્લામાં નાગરિકોને કોઇજ તકલીફ ન પડે તે માટે સતત આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે. બદલાતી પરિસ્થિતિ પ્રમાણે હોસ્પીટલો પણ સુસજ્જ રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કલેકટરશ્રીએ જિલ્લાની જનતાને લગ્ન સમારોહ-મેળાવડા ન કરવા અનુરોધ કર્યો હતો.

અધિક જિલ્લા કલેકટરશ્રી પી.સી.ઠાકોરે જણાવ્યું કે આણંદ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે જેનો નંબર ૦૨૬૯૨ ૧૦૭૭ અને ૦૨૬૯૨ ૨૪૩૨૨૨ છે. અને આ નંબર ઉપર તમામ હોસ્પિટલોમાંથી બેડની વ્યવસ્થાની જાણકારી મળશે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષકુમારે જણાવ્યું કે જિલ્લા પંચાયત આણંદ દ્વારા જિલ્લાના નાગરિકો માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. ૦૨૬૯૨ ૨૬૦૪૧૨ છે જેના ઉપર નિષ્ણાત વ્યકતિઓ નાગરીકોને માર્ગદર્શન આપશે. આ ઉપરાંત ગ્રામ્ય સ્તરે કોરોના સંક્રમિત કે તેવા લક્ષણો ધરાવતા નાગરીકોને આપવા માટે આર્યુવેદિક ,હોમિયોપેથી અને એલોપેથી દવાઓની કીટ તૈયાર કરી છે. તે પણ કોરોના સંક્રમિત દરદીઓને આપવામાં આવી રહી છે. જેના સારા પરિણામો મળી રહયા છે.

આજે યોજાયેલી પત્રકાર પરિસદમાં અધિક નિવાસી કલેકટરશ્રી પી.સી. ઠાકોર, જિલ્લા આરોગ્ય અધીકારીશ્રી એમ.ટી.છારીઉપસ્થિત રહ્યા હતા. જ્યારે  નાયબ માહિતી નિયામકશ્રી  નિદીલેશ ઉપાધ્યાયે પત્રકારોનું સ્વાગત કર્યું હતું.

Related posts

આણંદ જિલ્લામાં વધુ ર કેસ પોઝીટીવ નોંધાયા : કુલ ૭ દર્દીઓ સારવાર હેઠળ…

Charotar Sandesh

કપડવંજ કોર્ટનો ચુકાદો : નિરમાલીમાં મહિલા પર દુષ્કર્મ કરી હત્યા કરનાર ૩ આરોપીને ફાંસીની સજા

Charotar Sandesh

આંકલાવ CHC હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર તાત્કાલિક કાર્યરત કરવામા આવશે…

Charotar Sandesh