તમિલનાડુમાં યોજાયેલ સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ દ્વારા આયોજિત ઈલેક્ટ્રીક ટુ વ્હીલર ડિઝાઇનિંગ કોમ્પિટીશનમાં આણંદની ADIT કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ બાઇક…
આણંદ: તમિલનાડુમાં યોજાયેલ સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ દ્વારા આયોજિત ઈલેક્ટ્રીક ટુ વ્હીલર ડિઝાઇનિંગ કોમ્પિટીશનમાં આણંદની ADIT કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ બાઇક ‘આશ્રેય’ને પ્રથમ સ્થાન મળ્યું છે.
આણંદમાં આવેલ ન્યુ વિદ્યાનગર ખાતે ADIT કોલેજમાં ઓટોમોબાઇલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા એક અનોખું બાઈક વિકસાવવામાં આવ્યું હતું. જે બાઈકમાં એક બેટરી નાખવામાં આવી અને આ બેટરી ચાર્જ કરવાનો ખર્ચ માત્ર સાત રૂપિયા જ થાય છે. સાત રૂપિયાના નજીવા ખર્ચમાં આ બાઈક ૭૦થી ૮૦ કિલોમીટર સુધી ચલાવી શકાય છે અને તે પણ વાયુ પ્રદુષણ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવ્યા વગર આ બાઈક પ્રકૃતિના રક્ષણ માટે પણ મદદરૂપ થાય છે.
આ બાઇકને તામિલનાડુમાં આયોજિત દેશના પ્રથમ ઇલેકટ્રીક ટુ વ્હીલર ડિઝાઇન 2019માં પ્રથમ સ્થાન મળ્યું છે. જેમાં બેસ્ટ ડિઝાઇન માટે 75000 અને ત્રણ રાઉન્ડમાં લેવામાં આવેલ સ્ટેબિલિટીય સ્ટેસ્ટ રાઉન્ડમાં પણ સૌપ્રથમ લેપ પૂરો કરવામાં પ્રથમ ક્રમ માટે 15000નું ઇનામ મેળવ્યું છે.આ ઈલેક્ટ્રીક બાઈક જે ADIT કોલેજના ઓટોમોબાઇલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ બનાવ્યું છે આ બાઈક બેટરીથી સંચાલિત છે વિદ્યાર્થીઓ દ્વારા આ બાઇકનું નામ આશ્રેય રાખવામાં આવ્યું હતું. જેનો અર્થ વિદ્યાર્થીઓ એવો કાઢવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રિક મોબિલિટી અને પ્રદૂષણ મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવાનો સંકલ્પ કર્યો છે જેને ‘આશ્રય’ પણ કહેવાય છે. જેથી આ બાઇકનું નામ તેમણે ‘આશ્રેય’ રાખ્યું છે. આ બાઇકને તામિલનાડુમાં થયેલ સ્પર્ધામાં જજીસ અને બીજા વિદ્યાર્થીઓએ ખુબ જ વખાણ્યું હતું.