Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

આનંદો… રાજ્યનાં પ૦ હેકટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા આઇલેન્ડને પ્રવાસન ધામ બનાવાશે…

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની બીજી બેઠક મળી હતી. રાજ્યના પ૦ હેકટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા આઇલેન્ડ-બેટના પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની સંભાવનાઓ અંગે ફળદાયી પરામર્શ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી આ ઓથોરિટીના અધ્યક્ષ તેમજ નાયબ મુખ્યમંત્રી, પ્રવાસન મંત્રી, વન-પર્યાવરણ મંત્રી સહિત વરિષ્ઠ સચિવો આ ઓથોરિટીના સભ્ય તરીકે સેવાઓ આપે છે. આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે ટાપૂઓ પર આર્થિક ગતિવિધિ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે
વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આ ઓથોરિટીની બીજી બેઠકમાં ટાપૂઓ પર પ્રવાસન સહિતના સર્વગ્રાહી વિકાસની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જણાવવામાં આવ્યું કે, જિલ્લા કલેકટરો દ્વારા પિરોટન, કાળુભાર, ગાંધીયાકડો, પાનેરો, રોજી, અજાડ, ભાઇદર, શિયાળ, નોરા, પિરમ, વાલવોડ અને આલિયા બેટ તેમજ કેડીયા બેટ જેવા ૧૩ જેટલા ટાપૂઓની વિકાસ સંભાવનાઓ વાળા ટાપૂ તરીકે ઓળખ કરવામાં આવી છે
આ બધા ટાપૂઓનો ડ્રોન ટેકનોલોજી દ્વારા મરિન પોલીસ અને કોસ્ટગાર્ડની સહાયથી સર્વે પણ હાથ ધરવામાં આવેલો છે. આ ટાપૂઓની પસંદગી વિશેષતાઓ તેમજ ભરતી વેળાની સ્થિતી વિષયક બાબતો અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. ખાસ કરીને પિરોટન ટાપૂ અને શિયાળ બેટ ટાપૂની પ્રવાસન વિકાસ સંભાવનાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી
પિરોટન ટાપૂ નજીકના ન્યૂ બેડી બંદરથી ત્યાં પહોચી શકવાની બાબતે આ ટાપૂ પર લીમડો, કાથી, આંબળા, બાવળ જેવા વૃક્ષો અને ચેરના વૃક્ષ સહિત પરવાળા તેમજ ટાપૂ પર લાઇટ હાઉસ-દીવાદાંડી વગેરે ને કારણે ટાપૂના પ્રવાસન ધામ તરીકે વિકાસની સંભાવનાઓ પ્રબળ છે તેની વિશેષ ચર્ચા બેઠકમાં થઇ હતી.

Related posts

સરકારી બાબુઓ પણ હવે હાઈટેક થયા ! ૧ લાખની લાંચ લેતા તલાટી નીતા પટેલ રંગે હાથ ઝડપાયા, જુઓ

Charotar Sandesh

ડિગ્રીને શું ધોઇ પીવી છે? નોકરી મળતી નથી : યુવાનોએ પ્રમાણપત્ર નદીમાં પધરાવ્યા…

Charotar Sandesh

જ્યાં કોઈ રહેવા નથી આવ્યું, ડ્રેનેજ લાઈન નખાઈ નથી તે સોસાયટીમાં ૫૦ લાખના ખર્ચે રોડનું કામ શરૂ…

Charotar Sandesh