Charotar Sandesh
ઈન્ડિયા

ઇન્ટરનેટ પર સરકાર પ્રતિબંધ ન લગાવી શકે  : સુપ્રિમ કોર્ટ

જમ્મૂ-કાશ્મીરમાં ઇન્ટરનેટ-અન્ય પ્રતિબંધો મુદ્દે સુપ્રિમે કેન્દ્ર સરકારને ઝાટકી…

ઇન્ટરનેટ એ નાગરિકોના મૂળભૂત અભિવ્યક્તિનો અધિકાર છે,સ્વતંત્રતા અનુચ્છેદ ૧૯નો હિસ્સો,રિવ્યૂ કમિટીનું ગઠન કરી ૭ દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ…

ન્યુ દિલ્હી : દેશના જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કર્યા બાદ ૫ ઓગસ્ટ ૨૦૧૯થી કેન્દ્ર સરકાર દ્વારા લદાયેલા ઇન્ટરનેટ અને અન્ય પ્રતિબંધો અંગે સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપતી વખતે સ્પષ્ટ કહ્યું હતું કે સરકાર આ રીતે અનિશ્ચિત સમયગાળા માટે ઇન્ટરનેટની સાર્વજનિક અને ખાનગી સેવા બંધ કરી શકે નહીં. એક મહત્ત્વના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે ઇન્ટરનેટનો ઉપયોગ અને ઇન્ટરનેટ દ્વારા અભિવ્યક્તિનો અધિકાર એ (બંધારણના અધિકારોમાં અભિવ્યક્તિની કલમ ૧૯ (૧) (એ) નો ભાગ છે, સરકારે ઇન્ટરનેટ સહિત અન્ય પ્રતિબંધાત્મક પગલાઓએની એક સપ્તાહમાં સમીક્ષા કરીને કોર્ટને જાણ કરે.

સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. ન્યાયાધીશ એન.વી. રમન્નાની અધ્યક્ષતાવાળી બેંચમાં જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ બી.આર. ગવાઈએ આ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. કાશ્મીરમાં આપવામાં આવેલી પ્રતિબંધો સામે સુપ્રીમ કોર્ટમાં અનેક પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાશ્મીરમાં હિંસાનો એક લાંબો ઇતિહાસ રહેલો છે. આપણે સ્વતંત્રતા અને સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવું પડશે. નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું પણ જરૂરી છે. સરકાર દ્વારા જરૂર પડે ત્યારે જ ઇન્ટરનેટ બંધ થવું જોઈએ.

ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપીસી) ની કલમ ૧૪૪ લાદવાના સરકારના નિર્ણય સામે પણ થયેલી રીટ અરજીઓની સુનાવણીમાં કોર્ટે ઠરાવ્યું કે કલમ ૧૪૪નો અમલ કરવો એ ઉપચારાત્મક અને નિવારક પગલાં છે અને તેનો ઉપયોગ ફક્ત ત્યારે જ થઈ શકે જો હિંસાની શક્યતા હોય અને જાહેર સલામતીમાં જોખમ હોય. આ કેસમાં મુખ્ય અરજદાર કાશ્મીર ટાઇમ્સ અખબારના સંપાદક અનુરાધા ભસીન હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ ગુલામ નબી આઝાદ દ્વારા દાખલ કરેલી અરજી સહિત આ મામલે બીજી ઘણી અરજીઓ જોડવામાં કરવામાં આવી હતી.

૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ કલમ ૩૭૦ નાબૂદ થયા પછી, સમગ્ર રાજ્યમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ છે. ખીણના લોકોનો ઇલેક્ટ્રોનિક સંપર્ક ફક્ત બ્રોડબેન્ડ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા કેટલાક દિવસો પછી લેન્ડલાઇન ફોન અને પોસ્ટપેઇડ મોબાઈલ્સ પરના પ્રતિબંધો પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં, ઇન્ટરનેટ પરના પ્રતિબંધોને લઈને સંસદના બંને ગૃહોમાં શિયાળુ સત્રમાં ભારે હોબાળો થયો હતો.

સરકારે ઇન્ટરનેટ પર પ્રતિબંધોને આ કારણોસર ન્યાયી ઠેરવ્યો હતો કે સરહદ પારથી આવતા ભારત વિરોધી ઉશ્કેરણીજનક મેસેજિંગના પ્રસારને પ્રતિબંધ દ્વારા રોકવામાં આવ્યાં છે. અને સમગ્ર ખીણમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હિઝબુલ આતંકી સંગઠનના સૂત્રધાર બુરહાન વાનીની હત્યા પછી ૨૦૧૬ની સાલમાં લગભગ ત્રણ મહિના માટે ખીણમાં ઇન્ટરનેટ બંધ કરાયું હતું તેવો ઉલ્લેખ પણ ત્યારેદલીલો વખત કર્યો હતો.

Related posts

ડોલર ઉછળીને નવ મહિનાની ટોચે પહોંચ્યો

Charotar Sandesh

કેરળમાં હુમલાની સાજિશ કરનારની ધરપકડ, શ્રીલંકા હુમલાના માસ્ટરમાઈન્ડથી હતો પ્રેરિત

Charotar Sandesh

કર્ણાટક સરકારે પાઠ્યપુસ્તકમાંથી ટીપુ સુલ્તાન, હૈદર અલીના પ્રકરણ હટાવ્યા

Charotar Sandesh