અમદાવાદ : રોજ બરોજ મોંઘવારી વધી રહી છે. જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે . હવે તો ઉનાળાની શરૂ થતાં જ શાકભાજીના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. ઉનાળામાં લીંબુની માંગ વધતા એક સપ્તાહમાં ભાવ આસમાને પહોંચ્યા છે. એક સપ્તાહ પહેલા લિબુના ભાવ હોલસેલમાં ૨૦ કિલોના ૧૦૦૦ હજાર રૂપિયા હતા.જે વધીને હોલસેલમાં ૧૩૦૦ રૂપિયા થયા છે. એટલે કે હોલસેલ કરતા રિટેલમાં ભાવ વધારે હોય છે. રિટેલમાં એક કિલો લીંબુનો ભાવ ૧૦૦ રૂપિયા થયો છે. અને જેમ જેમ ઉનાળાની સિઝન આગળ વધશે તેમ ભાવ વધવાની પણ શકયતા છે.
લીંબુ સિવાય અન્ય શાકભાજીના ભાવ પણ ઊંચા છે. હોલસેલમાં ગવારના ભાવ ૧૩૦ રૂપિયા છે તો. ચોરીના એક કિલોના ૧૦૦ રૂપિયા છે. તુરિયાના ભાવ ૪૫ રૂપિયા છે. રીંગણાં ૩૬, કોબી ૪૦ સહિતના ભાવ આસમાને છે.