Charotar Sandesh
ઈન્ડિયા

ઉરી સેક્ટરમાં પાકિસ્તાનનું ફાયરિંગ : બે જવાન શહિદ, ૪ નાગરિક ઘાયલ…

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં પાકિસ્તાને કરેલા ફાયરીંગમાં ૨ સૈનિક શહીદ થયા છે. શુક્રવારે પાકિસ્તાને બારામૂલા જિલ્લાના ઉરી સેક્ટરમાં કારણ વિના ફાયરીંગ કર્યુ હતુ.

ભારતીય સૈનિકોએ પાકિસ્તાનની આ હરકતનો જડબાતોડ જવાબ આપ્યો, પરંતુ પાક. ફાયરીંગમાં ચાર સૈનિક ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેમને તાત્કાલિક જ નજીકના મિલિટ્રી હોસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાકે શુક્રવારે મોડી સાંજે સારવાર દરમિયાન બે સૈનિકોએ જીવ ગુમાવ્યો. આ સૈનિકોની ઓળખ થઈ ગઈ છે. જેમાં એક હવાલદાર ગોકર્ણ સિંહ છે જ્યારે બીજા નાયક શંકર એસ પી.

હોસ્પટલમાં જે બે સૈનિકોની સારવાર ચાલી રહી છે તેમના નામ હવાલદાર નારાયણ સિંહ અને નાયક પ્રદીપ ભટ્ટ છે. સેનાના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કે શુક્રવારે બપોરે લગભગ ૩.૩૦ વાગે ર્ન્ઝ્ર નજીક રામપુર સેક્ટરમાં પાકિસ્તાને વિના કારણ ફાયરિંગ શરૂ કરી દીધી. આ દરમિયાન ત્રણ સૈનિક ઈજાગ્રસ્ત થઈ ગયા.
અગાઉ પાકિસ્તાને કરેલા ફાયરીંગમાં ચાર લોકો ઘાયલ થયા હતા. પોલીસનું કહેવુ છે કે નાગરિક વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ફાયરિંગથી લોકો દહેશતમાં આવી ગયા છે. પાકિસ્તાન તરફથી થયેલી ફાયરિંગમાં ચરૂડા, બટગ્રાન, હથલંગા, મોથલ, સહુરા, સિલિકોટ, બાલાકોટ, નામ્બલા અને ગરકોટ જેવા ગામ ચપેટમાં આવી ગયા હતા.

Related posts

વડાપ્રધાન મોદી એકાએક રકાબગંજ ગુરુદ્ધારા પહોંચી માથું ટેકવ્યું…

Charotar Sandesh

છૂટાછેડા પૂર્વે બીજા લગ્ન માટે ઉતાવળી પત્ની ક્રૂર જ ગણાય : કોર્ટ

Charotar Sandesh

હવે OCI કાર્ડ હોલ્ડરોને રાહત : સરકારે નક્કી કરેલા નિયમો મુજબ હવે ભારતમાં આવી શકશે…

Charotar Sandesh