Charotar Sandesh
ગુજરાત

એફિડેવિટ માટે હવે રૂ.૨૦ના બદલે રૂ.૫૦ના સ્ટેમ્પ પેપર વાપરવા પડશે…

નાણામંત્રી નીતિન પટેલે રજૂ કરેલા બજેટમાં ૨૦ રૂપિયાના સ્ટેમ્પના ભાવ વધારીને પચાસ રૂપિયા કરવાની જાહેરાત કરી…

અમદાવાદ,
ગુજરાત વિધાનસભામાં સ્ટેમ્પ ડ્યૂટી રકમમાં વધારો સૂચવતું વિધેયક પસાર કરવામાં આવ્યું છે. આ પ્રમાણે હવેથી એફિડેવિટ કરવા માટે રૂ.૨૦ના સ્ટેમ્પના બદલે રૂ.૫૦ના સ્ટેમ્પ વાપરવાના રહેશે. આવી રીતે રૂ.૫૦ના ૧૦૦ના સ્ટેમ્પ પેપરના વપરાશને બદલે રૂ. ૨૦૦ અને ૩૦૦ના સ્ટેમ્પ વાપરવાના રહેશે. ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલે રજૂ કરેલા બજેટમાં ૨૦ રૂપિયાના સ્ટેમ્પના ભાવ વધારીને પચાસ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. ગરીબ અને મધ્યમ વર્ગના સોગંદનામા અને નોટરીમાં મહત્વપૂર્ણ એવા ૨૦ રૂપિયાનો સ્ટેમ્પ હવે ૫૦ રૂપિયામાં મળશે.

ગુજરાત વિધાનસભામાં પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કર્યું હતું .જેમાં સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગ માટે ખૂબ જ ઉપયોગી એવા ૨૦ રૂપિયાના સ્ટેમ્પના ભાવ વધારીને ૫૦ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. આ સ્ટેમ્પ મોટાભાગે નોટરી અને સોગંદનામું કરવા માટે વપરાય છે. ૨૦ રૂપિયાના સ્ટેમ્પના ભાવ વધારા અંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે ૧૯ વર્ષ બાદ આ સ્ટેમ્પ નો ભાવ વધારવામાં આવ્યો છે. છેલ્લે ૨૦૦૦ની સાલમાં ૨૦ રૂપિયાનો સ્ટેમ્પ કરવામાં આવ્યો હતો પરંતુ હાલના સમયમાં સ્ટેમ્પના પ્રિન્ટિંગથી માંડીને ડિસ્ટ્રિબ્યુશનનો ખર્ચો વધી ગયો હોવાથી વીસ રૂપિયાના સ્ટેમ્પ હવે પચાસ રૂપિયાનો કરવામાં આવે છે.

Related posts

GUJARAT Corona Alert : કોરોનાના નવા 228 પોઝિટિવ કેસ, 5ના મોત સાથે મૃત્યુંઆક 58, કુલ દર્દી 1604….

Charotar Sandesh

Breaking / વડોદરા : CAAનો વિરોધ કરતાં તોફાનીઓએ કર્યો પથ્થરમારો, ટિયરગેસનાં 12 સેલ છોડાયા…

Charotar Sandesh

ગુજરાતમાં જૂનની શરૂઆતમાં વાવાઝોડાના ડબલ ધમાકાનું જોખમ…

Charotar Sandesh