Charotar Sandesh
ઈન્ડિયા

કૃષિ આંદોલન બન્યુ હાઇ-ટેક, ભાજપના કૃષિ સંમેલનો સામે ખેડૂતોનો સોશિયલ મીડિયા એટેક…

IT સેલ ઉભુ કરી ટિ્‌વટર-ફેસબુક-ઇંસ્ટા પર અપડેટ્‌સ આપી રહ્યા છે ખેડૂતો, યુવાનો જોડાતાં સરકારની ચિંતા વધી

ટેકાના ભાવ હતાં, છે અને રહેશે; ખેડૂતો જ અમારી પ્રાથમિકતા : વડાપ્રધાન

ન્યુ દિલ્હી : દિલ્હીની સરહદો પર છેલ્લા ત્રણ અઠવાડિયાથી પ્રદર્શન કરી રહેલા ખેડૂત પોતાની માંગને લઇને પ્રદર્શન કરી રહ્યા છે. દેશમાં ચાલી રહેલા ખેડૂત અંદોલન વચ્ચે આજે વડાપ્રધાન મોદીએ આજે મધ્યપ્રદેશના ખેડૂતો સાથે વાત કરી હતી અને ખેડૂત અંદોલન અને એમએસપીને લઈને વાત કરી હતી. તેમણે ખેડૂતો સાથે વાત કરતા આજે વિપક્ષ પર શાબ્દિક નિશાન સાધ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર ખેડૂત સુધારા બીલને લઇ ને જુઠ્ઠાનું ફેલાવી રહ્યું છે. પર હવે ખેડૂતો પણ પોતાની માંગો ને લઈને આક્રમક બન્યા છે અને પોતાની માંગોને લઈને અડગ ઉભા છે.
કૃષિ કાયદા વિરૂદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ દેશના કેટલાક ભાગમાંથી સમર્થન મળી રહ્યુ છે. હવે ખેડૂતોએ પોતાના અવાજને દેશ અને દુનિયામાં પહોચાડવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. આંદોલનમાં સામેલ યુવા ખેડૂતોએ કિસાન એકતા મોર્ચા નામથી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યુ છે. જેના દ્વારા આંદોલનની જાણકારી શેર કરવામાં આવી રહી છે. યુવા ખેડૂતોએ આંદોલનને લઇને પુરી આઈટી સેલ તૈયાર કરી છે, જેના દ્વારા ફેસબુક, ટિ્‌વટર, યૂ ટ્યુબ, ઇંસ્ટાગ્રામ અને સ્નેપચેટ પર એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે.
આ એકાઉન્ટ દ્વારા આંદોલન સાથે જોડાયેલી લાઇવ અપડેટ્‌સ, માંગ, વીડિયો અને અન્ય મેસેજ શેર કરવામાં આવી રહ્યા છે. ૧૬ ડિસેમ્બરથી શરૂ થયેલા એકાઉન્ટને અત્યાર સુધી હજારોની સંખ્યામાં લોકો ફોલો કરી ચુક્યા છે. આંદોલનમાં ભાગ લેવા પહોચેલી અભિનેત્રી સ્વરા ભાસ્કરનો પણ એક વીડિયો ટિ્‌વટર એકાઉન્ટ પર નાખવામાં આવ્યો છે, જેમાં તે લોકોને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી મુહિમ સાથે જોડાવાની અપીલ કરી રહી છે.

ટેકાના ભાવ હતાં, છે અને રહેશે; ખેડૂતો જ અમારી પ્રાથમિકતાઃ વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા મધ્યપ્રદેશના ખેડૂતોને સંબોધન કર્યું. વડાપ્રધાને કહ્યું કે કેટલાક લોકો ખેડૂતોના ખભા પર રાખીને બંદૂક ચલાવી રહ્યા છે. કૃષિ સુધારણા પર જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. આજે ખેડૂતોના ખાતામાં કોઈ વચેટિયા વગર ૧૬૦૦ કરોડ જમા કરવામાં આવી રહ્યા છે. ટેક્નોલોજીનાને કારણે આ શક્ય બન્યું છે.ભારતે આ જે આધુનિક સિસ્ટમ બનાવી છે તેની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. આજે અહીંના ઘણા ખેડુતોને ક્રેડિટ કાર્ડ સોંપવામાં આવ્યાં છે. પહેલાં દરેકને તે મળતું ન હતું. અમારી સરકારેઆ માટેના નિયમોમાં ફેરફાર કર્યા. હવે ખેડુતોને ખેતી માટે જરૂરી મૂડી મળી રહી છે. ખેડુતોને હવે લોન લેવાની મુક્તિ મળી છે. સમય આપણી રાહ જોતો નથી. ઝડપથી બદલાતા માહોલમાં ભારતનાં ખેડુતો સુવિધાઓના અભાવને કારણે પાછળ રહી શકે છે, આ યોગ્ય નથી. ૨૫-૩૦ વર્ષ પહેલાં જે કામ થવું જોઈતું હતુ, તે હવે થઈ રહ્યું છે. છેલ્લા ૬ વર્ષમાં સરકારે ખેડૂતોને ધ્યાનમાં રાખીને અનેક પગલા લીધા છે. નવા કાયદાઓની ઘણી ચર્ચા થઈ રહી છે. આ કાયદાઓ રાતોરાત આવ્યા ન હતા.
એમએસપીની જાહેરાત અગાઉની જેમ જ કરી હતી, તે જ મંડીઓમા ખરીદી કરવામાં આવી હતી. કાયદો લાગુ થયા બાદ એમએસપીની જાહેરાત કરવામાં આવી હતી, આ જ એમએસપી પર પાકની ખરીદી કરવામાં આવી હતી. હું એમ કહેવા માંગુ છું કે એમએસપી બંધ નહીં થાય, કે ન તો ખતમ થશે. અમારી સરકારે ઘઉં અને ડાંગરની ખરીદી પર ખેડૂતોને ૮ લાખ કરોડથી વધુ આપ્યા. અગાઉની સરકારમાં દાળ વિદેશથી મંગાવવામાં આવતી હતી. જે દેશમાં દાળનું સૌથી વધુ ઉત્પાદન છે, ત્યાંના ખેડુતોનો બરબાદ કરવામાં આ લોકોએ કોઈ કસર છોડી નહીં. ખેડુતો પરેશાન હતા, આ લોકો મજા લઈ રહ્યા હતા. તે સાચું છે કે ક્યારેય કોઈ કુદરતી આપત્તિ કે સંકટ આવે છે ત્યારે વિદેશથી મદદ લઈ શકાય છે, પરંતુ તે હંમેશાં આવું કરી શકાતું નથી.

Related posts

પંજાબમાં આપ સત્તામાં આવશે તો ૩૦૦ યુનિટ વીજળી ફ્રી, બિલ માફ કરશે…

Charotar Sandesh

મંદ અર્થતંત્ર વચ્ચે મોદી-૨ સરકારનું ૧ ફેબ્રુઆરીએ પ્રથમ બજેટ…

Charotar Sandesh

કોરોના સંકટ વચ્ચે વૈષ્ણોદેવી યાત્રા ૧૬ ઑગસ્ટથી શરૂ થશે…

Charotar Sandesh