Charotar Sandesh
ગુજરાત

કોરોના બેકાબૂ : સુપ્રિમે ગુજરાત સહિત ત્રણ રાજ્યોને ફટકાર લગાવી…

  • તમારી પોલિસી શું છે? શું થઈ રહ્યું છે? આ બધું શું છે? : સુપ્રિમનો ગુજરાત સરકારને સવાલ…

  • ગુજરાત સહિત ૪ રાજયો સામે સુપ્રિમની લાલઆંખઃ કોરોનાને રોકવા શું પગલા લીધા? શુક્રવાર સુધીમાં સ્ટેટસ રીપોર્ટ આપવા ગુજરાત- દિલ્હી- મહારાષ્ટ્ર- આસામને આદેશ…

  • ગુજરાતમાં સ્થિતિ નિયંત્રણ બહાર જઇ રહી છે છતાં લગ્ન સહિત લોકોને ભેગા થવાની છુટ આપો છો?ઃ સુપ્રિમે રૂપાણી સરકારની પણ ઝાટકણી કાઢી…

ન્યુ દિલ્હી : દેશમાં જેવી રીતે ફરી એકવાર કોરોના વાયરસે દસ્તક આપી છે, તેના પર સુપ્રીમ કોર્ટે સખ્ત વલણ અપનાવ્યું છે. કોરોનાના સતત વધી રહેલા મામલા અને કોરોનાથી મૃત્યુ પામનારાના મૃતદેહ સાથે મિસહેન્ડલિંગ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતાં આ સમગ્ર મામલે રિપોર્ટ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને આસામ સરકાર પાસે કોરોના સંક્રમણની હાજર સ્થિતિથી નિપટવા માટે શું પગલાં ભર્યાં તેની જાણકારી માંગી છે. કોર્ટે આ રાજ્યો પાસે સમગ્ર મામલે સોગંધનામું દાખલ કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા વાળી બેંચે ગુજરાત અને દિલ્હી સરકારને કોરોના સંક્રમણને પગલે ખરાબ થયેલી સ્થિતિને લઈ ફટકાર લગાવી છે. ગુજરાત સરકારની સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે. જસ્ટિસ શાહે કહ્યું કે, કોરોના સંક્રમણના વધતા કેસ છતા ગુજરાતમાં લગ્ન, સમારોહ અને અન્ય કાર્યક્રમોમાં છૂટ આપવામાં આવી છે. અહીંયા દિલ્હી અને મહારાષ્ટ્ર પછી સૌથી ખરાબ સ્થિતિ છે. તમારી પોલિસી શું છે? શું થઈ રહ્યું છે? આ બધું શું છે? દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે.
સુપ્રીમ કોર્ટે તામમ રાજ્યો પાસે કોરોનાથી નિપટવા માટે ઉઠાવવામાં આવેલાં પગલાંની જાણકારી માંગી છે. અને એક સ્ટેટસ રિપોર્ટ ફાઈલ કરવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે આગામી સમયમાં રાજ્ય શું પગલાં ઉઠાવશે અને તેમને કોરોનાથી લડવા માટે કેન્દ્ર સરકાર પાસેથી શું મદદ જોઈશે તેનો રિપોર્ટ દાખલ કરે. કોર્ટે રાજ્યોને શુક્રવાર સુધીમાં રિપોર્ટ જમા કરાવવા કહ્યું. સાથે જ કોર્ટે કહ્યું કે રાજ્યોએ ડિસેમ્બર અને આગામી મહિના માટે તૈયાર રહેવાની જરૂરત છે કેમ કે સ્થિતિ વધુ બગડી શકે છે.
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું કે કોવિડ-૧૯ના કેસો વધુ હોવા છતાંય લગ્ન અને મેળાવડાઓને મંજૂરી કેમ આપવામાં આવી રહી છે.
સુપ્રીમ કોર્ટે ગુજરાત ઉપરાંત દિલ્હી રાજ્ય સરકારનો પણ કાન પકડતા કહ્યું કે દેશની રાજધાનીમાં જ જો સ્થિતિ બેકાબૂ હોય તો પછી અન્ય વિસ્તારોમાં શું હશે તેની અમે કલ્પના નથી કરી શકતા. દિલ્હીમાં બગડી રહેલી કોરોના સ્થિતિને લઈને રાજ્ય સરકારે શું પગલા ભર્યા છે તે અંગે જવાબ આપવા માટે કહ્યું છે.
મહત્વનું છે કે રાજધાની દિલ્હીમાં રવિવારે ૬૭૪૬ લોકોનાં મોત થયાં. ૬૧૫૪ લોકો સાજા થયા અને ૧૨૧ લોકોનાં મોત થયાં. મોતનો આ આંકડો દેશમાં સૌથી વધુ રહ્યો. આ કેસમાં ૫૦ લોકોનાં મોતની સાથે મહારાષ્ટ્ર બીજા નંબરે રહ્યું હતું. મહારાષ્ટ્રમાં આ આંકડો ૧૫ મે પછી સૌથી ઓછો છે. ત્યારે અહીં ૪૯ લોકોનાં મોત થયાં હતાં. દિલ્હીમાં આ પહેલાં ૧૮ નવેમ્બરે સૌથી વધુ ૧૩૧ દર્દીનાં મોત થયાં હતાં.

Related posts

યુનિવર્સિટી-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિતમાં રાજય સરકારે લીધો આ મહત્વપુ્ર્ણ નિર્ણય…

Charotar Sandesh

ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ ગુજરાતીઓને પછાત કહેતા વિવાદ…

Charotar Sandesh

મેટ્રો પ્રોજેક્ટ સામે શાહપુરના વેપારીઓએ હાઇકોર્ટમાં પિટિશન કરી

Charotar Sandesh