દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૨.૨૬ લાખને પાર, મૃત્યુઆંક ૬૩૪૮એ પહોંચ્યો…
જો આ રફ્તારથી કેસો વધશે તો ટૂંક સમયમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૩ લાખને પાર થઇ જશે,સાજા થવાનો રિકવરી રેટ ૪૮.૨૭ ટકા થયો…
ન્યુ દિલ્હી : ભારતમાં કોરોનાના કેસો જાણે કે રોજેરોજ નવા નવા વિક્રમો સ્થાપવા માંગતા હોય તેમ છેલ્લાં ૨૪ કલાકમાં ભારતમાં અત્યારસુધીમાં સૌથી વધારે ૯,૮૫૧ કેસો બહાર આવ્યાં છે. ઉપરાંત છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૨૭૪ દર્દીઓના મોત થયા છે. છેલ્લાં એક સપ્તાહથી કોરોના કેસો રોજ ૮ હજાર કરતાં વધારે બહાર આવી રહ્યાં છે. અને ૯,૮૫૧ કેસો તો સૌથી વધારે તરીકે પ્રસ્થાપિત થયા છે. કોરોના મહામારીથી અત્યાર સુધીમાં દેશમાં ૬,૩૪૮ લોકોના મોત થયા છે જે પૈકી ઊંચો મૃત્યુદર ધરાવતા ટોપ પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્રમાં ૨,૭૧૦, ગુજરાતમાં ૧,૧૫૫, દિલ્હીમાં ૬૫૦, મધ્ય પ્રદેશમાં ૩૭૭ અને પશ્ચિમ બંગાળમાં ૩૫૫નો સમાવેશ થાય છે. તો બીજી તરફ કોરોનામાંથી સાજા થવાનો રિકવરી રેટ ૪૮.૨૭ ટકા રહ્યો છે. દેશમાં ત્રણ દિવસથી સતત ટેસ્ટિંગ વધ્યું, છે. ગઈકાલે સૌથી વધારે ૧ લાખ ૩૯ હજાર ૪૮૫ ટેસ્ટ કરાયા હતા.
૪ લોકડાઉન બાદ હવે અનલોક ૧ ઘાતક સાબિત થઇ રહ્યું હોય તેમ અનલોક-૧ના પહેલાં જ દિવસથી કેસોમાં વધારો થઇ રહ્યો છે. ૮ જૂનથી મંદિરો-જીમ-મોલ વગેરે. ખુલશે ત્યારે કેસો વધવાની શક્યતા જોવામાં આવી રહી છે. ભારતે કોરોનાની સાથે જ જવવુ પડશે એમ સરકારે કહ્યું છે ત્યારે કોરોનાન વાઇરસ વધુને વધુ લોકોમાં સંક્રમિત થઇ રહ્યો હોવાનું મનાઇ રહ્યું છે.
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં જ રેકોર્ડ ૯,૮૫૧ કેસો નોંધાયા છે અને કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક ૨,૨૬,૭૭૦ને પાર કરી ગયો છે. આ ઉપરાંત એક જ દિવસમાં ૨૭૩ લોકોના મોત થતા કુલ મૃતકો સંખ્યા ૬,૩૪૮ રહી હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. દેશમાંથી અત્યાર સુધીમાં ૧,૦૯,૪૬૧ દર્દીઓ કોરોનાને મ્હાત આપીને ડિસ્ચાર્જ થયા છે જેને પગલે કુલ એક્ટિવ કેસ ૧,૧૦,૯૬૦ છે. આ પ્રમાણે કોરોનામાંથી સાજા થવાનો રિકવરી રેટ ૪૮.૨૭ ટકા રહ્યો છે. નિષ્ણાતોના મતે કોરોના આ જ ઝડપથી વધતો રહેશે તો બે દિવસમાં ભારત કોરોનાના કેસોની બાબતે ઈટાલી કરતા આગળ નિકળી શકે છે. ઈટાલીની તુલનાએ ભારતમાં ફેટાલિટીનો દર ઘણો સારો છે. ભારતમાં અત્યાર સુધીમાં ઈટાલીની તુલનાએ પાંચ ગણા ઓછા મૃત્યુ થયા છે.
દેશમાં ૨૪ કલાકમાં ૨૭૩ લોકોના મોત થયા છે જેમાં મહારાષ્ટ્રમાં ૧૨૩, દિલ્હીમાં ૪૪, ગુજરાતમાં ૩૩, ઉત્તર પ્રદેશમાં ૧૬, તમિલનાડુમાં ૧૨, પશ્ચિમ બંગાળમાં ૧૦, તેલંગાણા અને મધ્ય પ્રદેશમાં ૬-૬, કર્ણાટક, બિહાર તેમજ રાજસ્થાનમાં ૪-૪ ઉપરાંત આંધ્ર પ્રદેશ અને કેરળમાં ૩-૩ના મોત થયા છે. ઉત્તરખંડમાં બે તેમજ જમ્મુ-કાશ્મીર, હરિયાણા તેમજ ઝારખંડમાં એક-એક દર્દીઓના મોત થયા છે.
કોરોના મહામારીથી અત્યાર સુધીમાં દેશમાં ૬,૩૪૮ લોકોના મોત થયા છે જે પૈકી ઊંચો મૃત્યુદર ધરાવતા ટોપ પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્રમાં ૨,૭૧૦, ગુજરાતમાં ૧,૧૫૫, દિલ્હીમાં ૬૫૦, મધ્ય પ્રદેશમાં ૩૭૭ અને પશ્ચિમ બંગાળમાં ૩૫૫નો સમાવેશ થાય છે.
દેશમાં કોરોનાવાઈરસથી સંક્રમિતોની સંખ્યા ૨ લાખ ૨૭ હજાર ૦૨૯ થઈ ગઈ છે. અને ૬,૩૬૩ લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યા છે. સાથે જ ૧,૦૮,૪૫૦ લોકો સારવાર બાદ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો ૭૭ હજારને પાર થઈ ગયો છે. અહીંયા ૨,૭૧૦ લોકોના મોત થયા છે. તમિલનાડુ ૨૭,૨૫૬ દર્દીઓ સાથે બીજા ક્રમે છે. અહીંયા ૨૨૩ લોકોના મોત થયા છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ કોરોના દર્દીઓના મામલામાં છઠ્ઠા ક્રમેથી સાતમા ક્રમે આવી ગયું છે.
ગુરુવારે એક દિવસમાં સૌથી વધારે ૯૮૩૮ નવા કેસ સામે આવ્યા હતા. આ પહેલા બુધવારે પણ ૯૬૩૮ દર્દી મળ્યા હતા. મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા ૭૭ હજાર, તમિલનાડુમાં ૨૭ હજાર અને દિલ્હીમાં ૨૫ હજારને પાર પહોંચી ગઈ છે.
દેશમાં મધ્યપ્રદેશ સંક્રમિતોના મામલે છઠ્ઠા ક્રમેથી સાતમા ક્રમે આવી ગયું છે. પહેલા મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપરદેશ આગળ હતા. પરંતુ છેલ્લા ઘણા દિવસોમાં ઉત્તરપ્રદેશમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. તેને મધ્યપ્રદેશને પણ પાછળ મુકી દીધું છે. તો બીજી બાજું મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, સમગ્ર દેશની સરખામણીમાં મધ્યપ્રદેશમાં લગભગ ૨% નવા સંક્રમિત મળી આવ્યા છે, જ્યારે પહેલા આ ૮ ટકા સુધી હતા. રાજ્યનો રિકવરી રેટ ૬૪.૩% થઈ ગયો છે, જ્યારે ૪૭.૯% છે.