દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા ૪,૧૦,૪૬૧ પર પહોંચી, મૃત્યુઆંક ૧૩૨૫૪ને પાર…
દિલ્હીમાં ૩ દિવસમાં ૯ હજારથી વધારે પોઝિટિવ કેસ, માત્ર ૮ દિવસમાં જ સંક્રમિતોનો આંકડો ૩ થી ૪ લાખ થયો, દિલ્હીમાં દર્દીઓને ૫ દિવસ ક્વૉરન્ટીન સેન્ટરમાં રાખવાનો નિર્ણય પાછો લેવાયો…
ન્યુ દિલ્હી : દેશમાં અનલોક-૧ના હાલના સમયગાળામાં કોરોના વાઇરસ સંક્રમણનો રોગચાળો દિવસેને દિવસે વધી રહ્યો હોય તેમ છેલ્લાં ૨૪ કલાકમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક સમાન ૧૫,૮૯૩ કેસો નોંધાયા હતા અને આ જ સમય ગાળામાં વધુ ૩૦૬ લોકોના મોત થયા હતા. .આમ સતત છેલ્લાં એક સપ્તાહથી કેસોની સંખ્યા ૧૨ હજારની આસપાસ નોંધાઇ રહ્યાં છે. જેમાં આજે રવિવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૧૫ હજાર કરતાં વધુ કેસો નોંધાયા હતા. તે સાથે જ અત્યાર સુધી ૪ લાખ ૧૧ હજારથી વધુ દર્દીઓ કોરોનાના સંકજામાં આવ્યા છે અને ૧૩ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. માત્ર ૮ દિવસમાં જ સંક્રમિતોનો આંકડો ૩ થી ૪ લાખ થયો છે.
આ દરમિયાન કોરોનાની ટેસ્ટિંગમાં પણ વધારો થયો છે. દેશમાં કોરોનાની ટેસ્ટિંગ પણ વધારવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં ૧,૯૦,૭૩૦ લોકોની ટેસ્ટિંગ કરવામા આવી હતી. એક દિવસ પહેલા આ સંખ્યા ૧,૮૯,૮૬૯ હતી
આરોગ્ય મંત્રાલય દ્વારા આજે રવિવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશમાં કોવિડ-૧૯ના કુલ સંક્રમિતોની સંખ્યા ૪,૧૦,૪૬૧ પર પહોંચી ગઈ છે. ૨૪ કલાકમાં ૧૫,૪૧૩ નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી દેશમાં ૧,૬૯,૪૫૧ કેસ સારવાર હેઠળ છે અને ૨,૨૭,૭૫૬ લોકો સાજા થઈ ગયા છે. જ્યારે મૃતકોની સંખ્યા વધીને ૧૩,૨૫૪ થઈ ગઈ છે.
બીજી તરફ રાજધાની દિલ્હીમાં પણ મહારાષ્ટ્રની જેમ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજધાનીમાં સતત ત્રીજા દિવસે ૯ હજારથી વધારે કેસ વધ્યા છે. શનિવારે રેકોર્ડ ૩૬૩૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ પહેલા ૧૯ જૂને ૩૧૩૭ અને ૧૮ જૂને ૨૮૭૭ કેસ સામે આવ્યા હતા. દિલ્હીમાં ગઈકાલે રેકોર્ડ ૭૭ લોકોના મોત થયા હતા.
આ આંકડો એક દિવસમાં પોઝિટિવ કેસનો સૌથી મોટો આંકડો છે. એટલે કે છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકા અને બ્રાઝીલ પછી સૌથી વધારે દર્દી ભારતમાં જ મળ્યા છે. અમેરિકામાં શનિવારે૩૧,૧૫૪ જ્યારે બ્રાઝિલમાં ૨૯,૦૧૧ લોકોમાં સંક્રમણની પુષ્ટી થઈ હતી. સાથે જ મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૩,૮૭૪ સંક્રમિત મળ્યા હતા. દેશની રાજધાની દિલ્હીમાં ૩,૬૩૦ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. શનિવારે રાતે સંક્રમિતોનો આંકડો ૪ લાખને પાર થઈ ગયો હતો.માત્ર ૮ દિવસમાં જ સંક્રમિતોનો આંકડો ૩ થી ૪ લાખ થયો છે. શનિવારે રેકોર્ડ ૧૫,૮૯૩ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.