Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના મહાસંક્ટ : ૨૪ કલાકમાં અધધ ૬૫ હજાર નવા કેસો ઉમેરાયા, ૮૭૫ના મોત…

કુલ કેસો ૨૧.૫૫ લાખ પર પહોંચ્યા, ગણતરીના કલાકમાં ૨૨ લાખ પર પહોંચી જશે

મહારાષ્ટ્રમાં રેકોર્ડ ૧૨ હજાર ૮૨૨ કેસ નોંધાયા, ૧ હજાર ૮૦ નવા કેસ સાથે આંધ્રપ્રદેશ બીજા નંબરે

ગુજરાત અને કેરળ સહિત ૭ રાજ્યોમાં જેટલા નવા કેસ આવ્યા એનાથી વધુ સાજા થયા,કેન્દ્રના વધુ બે મંત્રીઓને પોઝીટીવ

ન્યુ દિલ્હી : સમગ્ર દેશમાં શનિવારે અનલોક-૩ના ૮મા દિવસે એક જ દિવસમાં સૌથી હાઇએસ્ટ ૬૫ હજાર કરતાં વધારે કેસો સામે આવ્યાં હતા અને વધુ ૮૭૫ના મોત થયા હતા. આરોગ્યમંત્રાલય દ્વારા આજે રવિવારે સવારે છેલ્લાં ૨૪ કલાકના કેસોના આંકડા જાહેર કરાયા ત્યારે એક દિવસમાં ૬૫,૧૫૬ કેસો નોંધાયા હતા. તે સાથે કુલ કેસોની સંખ્યાં ૨૧,૫૨,૦૨૦ પર પહોંચી ગઇ હતી. આ જ સમયગાળામાં વધુ ૮૭૫ના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને ૪૩,૪૫૩ પર પહોંચી ગયો છે. આ જ સમયગાળામાં ૫૨ હજાર કરતાં વધારે લોકો સાજા પણ થયા હતા અને કુલ સાજા થયેલી સંખ્યાં ૧૪,૭૯,૮૦૪ પર પહોંચી છે.અનલોક-૩મા જીમ-યોગા વગેરેને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે સ્કૂલ વગેરે. હજુ ૩૧ ઓગસ્ટ સુધી બંધ છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં રેકોર્ડ ૧૨ હજાર ૮૨૨ કેસ નોંધાયા, તો ૧ હજાર ૮૦ નવા કેસ સાથે આંધ્રપ્રદેશ બીજા નંબરે છે. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરી અને કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બન્નેએ ટિ્‌વટ કરીને આ સમાચાર આપ્યા છે.
દેશમાં ૨૪ કલાકમાં રેકોર્ડ ૬૫ હજાર ૧૫૬ દર્દી નોંધાયા અને ૫૨ હજાર ૧૩૫ દર્દી સાજા થયા છે. ગુજરાત કેરળ ત્રિપુરા, હિમાચલપ્રદેશ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં છેલ્લા ૨૪ કલાકમાં જેટલા નવા કેસ આવ્યા, એનાથી વધુ દર્દી સાજા થયા છે.
આ સતત ત્રીજો દિવસ છે જ્યારે ૬૦ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે અને ૫૦ હજારથી વધુ દર્દી સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના ૨૧.૫૫ લાખ કેસ આવી ચુક્યા છે. સારી બાબત તો એ છે કે આમાથી ૧૪.૭૯ લાખથી વધુ લોકો સાજા થયા છે. ૬.૨૮ લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે ૪૩ હજાર ૪૫૩ લોકો આ બિમારીથી જીવ ગુમાવી ચુક્યા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૨ હજાર ૮૨૨ સંક્રમિત નોંધાયા છે. આ એક દિવસમાં પહેલી વખત આટલા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો પણ ૫ લાખને પાર કરી ગયો છે. ૧૦ હજાર ૮૦ નવા કેસ સાથે આંધ્રપ્રદેશ બીજા નંબરે રહ્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં રિકવર થયેલા દર્દીઓની કુલ સંખ્યા ૧૪.૭૯ લાખથી વધુ થઈ ગઈ છે. રિકવરી રેટમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. રિકવરી રેટ વધીને ૬૮.૩૨% થઈ ગયો છે જ્યારે મૃત્યુદર ૨.૦૪% છે. દેશમાં અત્યાર સુધી ૨ કરોડ ૩૩ લાખ ૮૭ હજાર ૧૭૧ સેમ્પલની તપાસ થઈ ચુકી છે.
કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરી અને કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બન્નેએ ટિ્‌વટ કરીને આ સમાચાર આપ્યા છે.
ગુજરાત કેરળ ત્રિપુરા, હિમાચલપ્રદેશ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં છેલ્લા ૨૪ કલાકમાં જેટલા નવા કેસ આવ્યા, એનાથી વધુ દર્દી સાજા થયા છે. આ ઉપરાંત દાદાર નગર હવેલી, ચંદીગઢ અને મિઝોરમમાં નવા કેસ અને સાજા થનારા દર્દીઓની સંખ્યા એકસરખી રહી હતી.

Related posts

ક્રિકેટર રવિનદ્ર જાડેજાના બહેન અને પિતા કોંગ્રેસમાં જાડાયા

Charotar Sandesh

આ નેતા ચૂંટણી હારી જશે તો જીવતા સમાધિ લઈ લેશે સંત

Charotar Sandesh

કેજરીવાલનો પડકાર : ભાજપા સીએમ ઉમેદવાર જાહેર કરે, હું ચર્ચા માટે તૈયાર…

Charotar Sandesh