છેલ્લા સપ્તાહથી ખંભાતમાં કોમ્યુનિટી સંક્રમણના કારણે કોરોના પોઝિટિવના દર્દીઓ વધી રહ્યાની ચિંતા પ્રસરી…
આણંદ : આણંદ જિલ્લામાં છેલ્લા સપ્તાહથી ખંભાતમાં કોમ્યુનિટી સંક્રમણના કારણે કોરોના પોઝિટિવના દર્દીઓ વધી રહ્યાની ચિંતા પ્રસરી છે. આજે ખંભાતમાં વધુ ત્રણ કેસ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા તેમજ એક વ્યક્તિનું મોત નિપજવા પામેલ છે. આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૪૬ પોઝિટિવ કેસ નોંધાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લામાં ખંભાતમાં લોકલ ટ્રાન્સમિશનથી આજે વધુ ૩ કેસ પોઝીટીવ આવેલ છે, જેમાં ખંભાતમાં (૧) શાન્તિલાલ રાણા, ઉ.વ. ૬૩ (૨) સવિતાબેન રાણા, ઉ.વ. ૭૫ (૩) શિલ્પાબેન જોશી, ઉ.વ. ૪૬ નાઓને કરમસદ ખાતે સારવારઅર્થે ખસેડવામાં આવેલ છે. વધુમાં, હાલ જિલ્લામાં અત્યાર સુધી ૧૨ લોકોને રજા આપી હોમ કોરેન્ટાઈન કરાયેલ છે તેમજ ર લોકો મરણ પામેલ છે. કુલ સંખ્યા પૈકી ૨૯ લોકો હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે.
ખંભાતમાં છેલ્લાં ૧૪ દિવસથી ખંભાતમાં કોરોનાનો કહેર ધીરે ધીરે ઓસરતો જાય છે. ખંભાતનો અલિંગ વિસ્તાર હોટસ્પોટ બન્યો હતો. જેમાં પ્રથમ કેસ મહિલાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સતત મોનેટરિંગ કર્રીને પોઝિટિવ આવતા દર્દીઓ સાથે સંપર્કમાં આવેલાના સેમ્પલ લઈને રીપોર્ટ કરાવતા હોવાથી ધીરે ધીરે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ઘટી રહી છે. બે દિવસ અગાઉ ૨૪ સેમ્પલ એકત્રિત કરાયા હતા તેમાં આજરોજ ૨૩ ના રીપોર્ટ નેગેટીવ અને ૧ નો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ગતરોજ અક દર્દી કોરોનાના લક્ષણો જણાતા તેને કરમસદ ખાતે મોકલી ત્યાં તેનો સેમ્પલ લઈને રીપોર્ટ માટે મોકલતા આજરોજ કુલ ૩ દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા દશેક દિવસથી ગુજરાતમાં લોકલ ટ્રાન્સમીશનથી કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો હતો. જેથી સરકાર દ્વારા તમામ જિલ્લાઓના વહીવટીતંત્રને અદ્યતન સુવિધા ધરાવતી હોસ્પિટલ કોરોના માટે અનામત રાખવા સહિતના પગલા ભરવા સૂચના આપી હતી. દરમ્યાન આજે સવારે વધુ ત્રણ કેસો પોઝીટીવ આવતાં જિલ્લાનું વહીવટી અને આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું હતું અને જણાવાયું છે કે, ગભરાવાની જરૂર નથી, પણ સાવચેત રહેેવાની જરૂર છે.