Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ગાંધીજી બાપુના ગુજરાતમાં સ્વચ્છતાના આગ્રહના શપથવિધિ લેવાયા… વ્યસનમુકિતના શપથ કેમ નહીં ? : બીપીન વકિલ

ટ્રાફિકના મુદ્દે તત્રની કાયદાની કડક અમલવારી ત્યારે દારૂબધી છતાં બેરોકટોક વેચાણ થતા વિદેશી દારૂ મુદ્દે તત્ર લાપરવાહ કેમ…?

આણદ : પાચ દિવસ પૂર્વ મહાત્મા ગાધીજીના ૧૫૦મા જન્મદિને સાબરમતી રીવરફ્રન્ટ પર દેશના વડાપ્રધાન મોદીએ દસ હજાર ઉપરાત સરપચોની ઉપસ્થિતિમાં સ્વચ્છતાના આગ્રહ પર ભાર મુકી સરપચોને સ્વચ્છતાગ્રહીથી નવાજવામાં આવ્યા હતા ત્યારે સ્વચ્છતા ના મુદ્દે શપથ વિધિ લેવામાં આવ્યા હોય તો ગાંધીજીના ગુજરાતમાં દારૂબધી હોવા છતાં બેરોકટોક વિદેશી દારૂ વેચાણ થતા હોય છતાં તત્રના લાપરવાહ બનતુ હોય તો દારૂમુકિતના શપથવિધિ કેમ નહીં ? ના સવાલ છેલ્લા અઢી દાયકાથી પોતાની શિક્ષણ સસ્થાના માધ્યમથી તમાકુથી માંડી દારૂના મુદ્દે વ્યસનમુકિત અભિયાન થયા પણ આણદના પીપલ્સ મેડીકેર સોસાયટીના પ્રમુખ બીપીન વકીલ દ્વારા ઉઠાવવામાં આવ્યાનુ જાણવા મળેલ છે.

સુત્રોના જણાવ્યા મુજબ ગાંધીજી બાપુજીના ગુજરાતમાં દારૂબધીના કડક નિયમનોનો અમલ જાહેર કરવામાં આવે છે. પરંતુ કડક નિયમો માત્ર કાગળ પરજ રહેવા પામતા હોય તેમ બેરોકટોક કરોડો રૂપિયાનો વિદેશી દારૂ પ્રતિદિન રાજયના વિવિધ વિસ્તારમાં ઠલવાય છે અને તત્ર પણ દારૂબધીના કડક અમલવારીના નાટક કરતુ હોય તેમ સમયાતરે વિદેસી દારૂ કડવાના ખેલ કરી પ્રજામાં પોતે જાગૃત હોવાના દાવા કરતુ હોય છે. પરંતુ વાસ્તવમાં નાની મછલી પકડી મોટા મગરોને પસાર કરવાના ખેલ રચાતા હોય છે . આ વેપલા કરનાર નુ માનીએ તો નીચેથી લઈ ઉપર સુધી તગડા વહીવટ કરવામાં આવતા હોય છે ત્યારે ગત બીજી ઓકટોબરના રોજ મહાત્માં ગાધીજીના ૧૫૦મા જન્મદીન ઉજવણીએ સાબરમતી રીવરફ્રન્ટ પર રાજયના દસ હજાર ઉપરાત ગ્રામ સરપંચોની ઉપસ્થિતિમાં દેશના વડાપ્રધાન મોદીજીએ ગાધીજીના સ્વચ્છતાના આગ્રહીની વિચારધારા રજુ કરી સરપચોને સ્વચ્છતા ગ્રહીથી નવાજી ગાધીજીની સ્વચ્છતા વિચારધારા ને મુર્તિમત કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા જેટલુ ગદકીથી રોગચાળો વકરે અને તેના વકરે માટે સ્વચ્છતા જરૂરી છે. તેટલુ જ વ્યસનના રવાડે ચઢી યુવાધન બરબાદીના માર્ગે ધકેલાઈ રહયુ છે અને પોતાના જીવ હોડમાં મુકી રહયા છે. તેવા વિદેશી દારૂના વ્યસન મુદ્દે વ્યસનમુકિતના શપથ કેમ નહીં ? નો સોસરો સવાલ છેલ્લા અઢી દાયકાથી આણદ શહેરની આણદ પીપલ્સ મેડીકેર સોસાયટીના પ્રમુખ બીપીન વકીલ દ્વારા વ્યસનમુકિત ના અભિયાન હાથ ધરતા હોય તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યો છ. તેમના મત મુજબ રાજયમાં સહુથી વધુ વિદેશી દારૂની હેરાફેરી થવા પામતી હોય છે તેમ સરકારના ચોપડે પકડાયેલ દારૂની કિંમત કરોડો રૂપિયાની થવા પામતી હોય તેમ રાજયના ૩૧ જિલ્લા્‌માં છેલ્લા બે વર્ષમાં ૨૩૧.૬૦ કરોડનો વિદેશી દારૂ તથા ૧૭.૮૭ કરોડનો બીયર અને ૩.૭૩ કરોડનો દેસી દારૂનો જથ્થો ઝડપાયો છે ત્યારે એક માહીતી મુજબ રાજયમાં પ્રતિવર્ષ આઠસોથી હજાર કરોડનો વિદેશી દારૂ બીયરની હેરાફેરી થતી હોય છે. જેના કારણે સહકારી ચોપડે પચીસ ટકા જેટલો દારૂ પકડાવાના આકડા જાહેર થતા હોય છે બાકીનો વેપલો નીચેથી ઉપર સુધી થતા વહીવટના કારણે રાજયભરમાં વેપલો સાકાર થવા પામતો હોય છે ત્યારે ગાધીજીના ગુજરાતમાં તત્રની રહેમનજર હેઠળ બેરોકટોક દારૂની રેલમછેલ થઈ રહી છે અને સરકારી ચોપડે જુજ કેસ જ નોધાવા પામતા હોય છે ત્યારે દારૂબંધી નો અમલ કેટલો ? ત્રણ વર્ષ પુર્વ વડોદરાની હાઈપ્રોફાઈલ પાર્ટીમાં વિદેશી દારૂની મહેફીલ પકડાતા રાજય સરકારે કડક કાયદા ઘડી કાઢયા હતા તેમ છતાં અમલવારી કયાં ? જો સરકાર ખરેખર મહાત્મા ગાધીજીની જન્મભુમી પરના જન્મને સાર્થક કરવા માગતી હોય તો જે વિસ્તારમાં વિદેશી દારૂ નુ વેચાણ થતુ હોય તે વિસ્તારના એસ પી થી માડીને નાયબ પોલીસ અધિક્ષક પીઆઈ પીએસઆઈ પોલીસ કમ૪ચારી વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવે તો જ મહાત્મા ગાધીજીની ૧૫૦મી જન્મજયતીની ઉજવણી સાર્થક થાય બાકી ગાધીજીના સરદાર પટેલના નામે માત્ર મતોની રાજરમત રાજનીતીથી સત્તા મળશે પરંતુ નશાના બધાણી અને તેમાં પરીવારના જીવ દોઝખ બનશે ની ચિતા વ્યકત કરી હતી.

Related posts

દિવાળીમા લક્ષ્મીની તમારી રાશિ અનુસાર પૂજા કરવાથી ઘરમા બરકત રહે છે અને પરિવારમા સુખ શાતિ કાયમ રહે…

Charotar Sandesh

ગુજરાત સહિત દેશભરમાં રોજેરોજ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે આંકલાવ કોંગ્રેસનું આવેદનપત્ર…

Charotar Sandesh

આણંદ જિલ્‍લામાં ૧૩ હજારથી વધુ મતદાર નોંધણી, સુધારા-વધારા સહિતની અરજીઓ મળી…

Charotar Sandesh