Charotar Sandesh
ઈન્ડિયા સ્પોર્ટ્સ

ગાબામાં કાંગારૂઓ પરાસ્ત : ભારતનો ઐતિહાસિક વિજય, ટેસ્ટ સિરિઝ ૨-૧થી જીતી…

  • ૩૩ વર્ષ બાદ ગાબાના મેદાનમાં ભારતના ખેલાડીઓએ તિરંગો લહેરાવ્યો…
  • ઓસ્ટ્રેલિયાના ૩૨૮ રનના ટાર્ગેટને ભારતે ૭ વિકેટ ગુમાવી ચેઝ કર્યો, શુભમન ગિલ ૯૧, પૂજારા ૫૬ અને પંત ૮૯ નોટઆઉટ ફટકાર્યા
  • ભારત પોઈન્ટ ટેબલમાં પણ પ્રથમ સ્થાને પહોંચ્યુ : બ્રિસ્બેનમાં અત્યાર સુધીના ઇતિહાસમાં ભારતે સૌથી મોટો સફળ રનચેઝ કર્યો, ભારતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવાની હેટ્રિક લગાવી
  • ગિલ-પૂજારા-પંત બન્યા ભારતની જીતના હીરો, ઓસ્ટ્રેલિયાના બોલરો નિષ્ફળ રહ્યા, બીજી ઇનિંગ્સમાં કમિન્સે ૪ વિકેટ ઝડપી : રિષભ પંત મેન ઓફ ધ મેચ તો કમિન્સ મેન ઓફ ધ સિરિઝ

બ્રિસ્બેન : ભારતે ઓસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેનમાં રમાયેલી ટેસ્ટ મેચ ત્રણ વિકેટથી જીતી લીધી છે. ઋષભ પંતે જોશ હેઝલવુડના બોલ પર ફોર ફટકારીને ભારતને એક ઐતિહાસિક જીત અપાવી છે. આ રીતે ભારતે સતત ત્રીજી વખત બોર્ડર ગાવસ્કર સીરિઝ પર કબજો જમાવી દીધો છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતીય ક્રિકેટ ટીમે વિજયવાવટા ફરકાવ્યા છે. ભારતે ૨-૧થી આ સીરિઝ પોતાના નામે કરી લીધી છે. ભારતને જીત અપાવનાર રીષભ પંત મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સિરિઝમાં સૌથી વધુ વિકેટ લેનાર પેટ કમિન્સને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.
ઋષભ પંતે ૮૯ રન બનાવીને અણનમ રહ્યો હતો. ૩૨ વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, ઓસ્ટ્રેલિયા બ્રિસ્બેનના મેદાન પર હારી ગયું છે. બ્રિસ્બેનના ગાબા મેદાન પર ઓસ્ટ્રેલિયા છેલ્લા ૩૨ વર્ષથી કોઈ ટેસ્ટ મેચ હાર્યું નથી. ૯૬.૬ ઓવરમાં જોશ હેઝલવુડની બોલિંગમાં ફોર ફટકારીને પંતે ભારતીય ક્રિકેટ ટીમને ત્રણ વિકેટથી જીત અપાવી છે. ભારતે સાત વિકેટ પર ૩૨૯ રન બનાવીને ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટથી પરાસ્ત કર્યું છે. હેઝલવુડે શાર્દુલ ઠાકુરને નાથનના હાથે કેચ અપાવીને ભારતીય ક્રિકેટ ટીમની સાતમી વિકેટ ખેરવી હતી. ૩૨૫ રને ભારતે સાત વિકેટનું નુકસાન થયું હતું. ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં આ પહેલાં સૌથી સફળ રનચેઝનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો, જે ભારતે બ્રેક કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ ૧૯૫૧માં વિન્ડીઝ વિરુદ્ધ ૨૩૬ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. વર્ષ ૨૦૧૮માં ઓસ્ટ્રેલિયાને એના જ ગ્રાઉન્ડ પર ૨-૧થી માત આપી હતી. ભારતીય ક્રિકેટ ટીમ આ પહેલા ક્યારેય બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સતત ત્રણ સીરિઝ જીત્યું નથી. આ જીત પાછળ ગીલ, પંત અને પૂજારાનો સિંહફાળો રહ્યો છે. જેણે મેચનું ચિત્ર પલટી નાંખ્યું. ગીલે ૯૧, પંતે ૮૯ અને પૂજારાએ ૫૬ રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટ સીરિઝ અનેક પાસાઓ પરથી ચર્ચામાં રહી હતી. ખાસ કરીને પંતના પર્ફોમન્સને લઈને ઘણી વાત થઈ હતી.
ચેતેશ્વર પૂજારાએ પોતાના ટેસ્ટ કેરિયરની સૌથી ધીમી સદી ફટકારી છે. ૨૧૧ બોલમાં ૫૬ રન કરીને તે કમિન્સની બોલિંગમાં ન્મ્ઉ આઉટ થયો હતો.જ્યારે પંત ૧૬ રનથી બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ઓફ સ્પીનર લાયનની બોલિંગમાં કીપર પેને સ્ટમ્પિંગ કરવાની મોટી તક મિસ કરી દીધી હતી. જેના કારણે પંતને એક મોટું જીવનદાન મળ્યું હતું. જેનો પૂરતો ઉપયોગ કરીને તેણે ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયાના મેદાન પર મોટી જીત અપાવી હતી. ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હાર ચખાડી ભારતીય ક્રિકેટ ટીમના યુવાનોએ નવો ઈતિહાસ રચ્યો છે. વિરાટ કોહલી, ઈશાન શર્મા અને રવિદ્ર જાડેજાની ગેરહાજરીમાં પણ ટીમના ખેલાડીઓએ આ ચમત્કાર કરી દેખાડ્યો છે.

Related posts

ડેટા પ્રોટેક્શન અને સાઈબર ક્રાઈમ દેશ માટે પડકાર : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

મુકેશ અંબાણીએ ન્યુયોર્કની લક્ઝુરિયસ હોટલ ૭૨૮ કરોડમાં ખરીદી

Charotar Sandesh

યુવા પેઢી ભગવદ્‌ ગીતા વાંચે, ગીતામાં મુશ્કેલ સમયમાં લડવાની તાકાત : મોદી

Charotar Sandesh