Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ ઈન્ડિયા

ચંદ્રયાન-૨ ચંદ્રની બીજી કક્ષામાં પહોંચ્યું, ૭ દિવસ સુધી તેમાં ચક્કર મારશે…

૨૮ ઓગસ્ટે ચંદ્રયાન-૨ને ચંદ્રની ત્રીજી કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે…

ન્યુ દિલ્હી,
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ બુધવારે ચંદ્રયાન-૨ને ચંદ્રની બીજ કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કરાવી દીધો છે. ઇસરો વૈજ્ઞાનિકોએ બપોરે ૧૨.૩૦થી ૧.૩૦ વાગ્યાની વચ્ચે ચંદ્રયાન-૨ને ચંદ્રની બીજી કક્ષા ન્મ્દ્ગઈં૨માં સ્થાપિત કર્યુ. હવે આગામી ૭ દિવસ સુધી ચંદ્રયાન-૨ ચંદ્રની ચારે તરફ ચક્કર લગાવશે. ત્યારબાદ ૨૮ ઓગસ્ટે ચંદ્રયાન-૨ને ચંદ્રની ત્રીજી કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.
ઇસરો વૈજ્ઞાનિકે ૨૦ ઓગસ્ટે ચંદ્રયાન-૨ને ચંદ્રની પહેલી કક્ષામાં સફળતાપૂર્વક પહોંચાડ્યું હતું. ઇસરો વૈજ્ઞાનિકોએ મંગળવારે ચંદ્રયાનની ગતિને ૧૦.૯૮ કિમી પ્રતિ સેકન્ડથી ઘટાડીને લગભગ ૧.૯૮ કિમી પ્રતિ સેકન્ડ કરી હતી. ચંદ્રયાન-૨ની ગતિમાં ૯૦ ટકાનો ઘટાડો એટલા માટે કરવામાં આવ્યો જેથી તે ચંદ્રના ગુરુત્વાકર્ષણ શક્તિના પ્રવાહમાં આવીને ચંદ્ર સાથે ટકરાઈ ન જાય.
૨૦ ઓગસ્ટે ચંદ્રની કક્ષામાં ચંદ્રયાન-૨નો પ્રવેશ કરાવવો ઇસરોના વૈજ્ઞાનિકો માટે ખૂબ જ પડકારરૂપ હતું. પરંતુ, વૈજ્ઞાનિકોએ તેને ખૂબ જ કુશળતા અને સચોટતાથી પૂરું કર્યુ.

Related posts

India Budget 2022 : દેશના પગારદાર વર્ગને સરકારે કોઈ જ પ્રકારની રાહત નથી આપી

Charotar Sandesh

ગેહલોત સંકટમાં : પાયલટને રાહત, સ્પીકરની નોટિસ પર હાઇકોર્ટની રોક…

Charotar Sandesh

કોંગ્રેસ દેશભરમાં ૩૧ ઑક્ટોબરે, ૫ નવેમ્બરે ખેડૂત, મહિલા, દલિત વિરોધી દિવસની ઉજવણી કરશે

Charotar Sandesh