સેનાએ વર્ષ ૨૦૨૦માં લગભગ ૧૦૦ આતંકીઓને ઠાર કર્યા…
કુલગામ : જમ્મુ-કાશ્મીરના કુલગામમાં થયેલી અથડામણમાં સેનાએ ૩ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. જ્યારે ત્રણ જવાનો ઘાયલ થયા છે. સુરક્ષા બળોએ પહેલા આતંકવાદીઓને કોર્ડન કર્યા અને પછી તેમને ઠાર માર્યા હતા.
ભારતીય સુરક્ષા જવાનોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમ, સેના અને સીઆરપીએફના જવાનોએ સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સેનાના જવાનો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. જેના જવાબમાં ભારતીય સેનાએ ત્રણેય આતંકવાદીઓને ઠાર માર્યા છે.
ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે અથડામણમાં સેનના ત્રણ જવાન પણ ઘાયલ થયા છે, અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહીં છે. ઠાર મારવામાં આવેલા આંતકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના હતા જેમાં એક ટોચનો કમાન્ડર પણ હતો જે આઇઇઇડી એકસ્પર્ટ હતો અને પાકિસ્તાનમાં બેઠા પોતાના આકા પાસેથી સીધો આદેશ લેતો હતો. અને છેલ્લા બે મહિનામાં ચાર વખત અથડામણ દરમિયાન જવાનોને થાપ આપી ભાગી નીકળવમાં સફળ રહ્યો હતો.
આ પહેલા ઉત્તર કાશ્મીરના છેવાડાના જિલ્લા કુપવાડાના કેરન સેક્ટરમાં ગુરૂવાર રાતે ઘૂસણખોરીને નિષ્ફળ કરતા એક આંતકવાદીને ઠાર માર્યો હતો. આંતકવાદી પાસેથી એકે ૪૭ મળી આવી હતી.