મુંબઈ : બોલીવૂડની યુવા અભિનેત્રી જ્હાન્વી કપૂર રૂપેરી પડદા પર ‘બોમ્બે ગર્લ’ બનીને આવે એવી શક્યતા છે. આવનારા સમયમાં જ્હાન્વી સત્ય કથા પર આધારિત ‘ધ કારગિલ ગર્લ’, ‘તખ્ત’, ‘દોસ્તાના ૨’, ‘રૂહ-અફ્ઝા’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. આ યાદીમાં ઉમેરો થયો છે ‘બોમ્બે ગર્લ’ ફિલ્મનો.
‘બોમ્બે ગર્લ’ ફિલ્મમાં જ્હાન્વી એનાં નિર્માતા-પિતા બોની કપૂરના પ્રોડક્શન બેનર હેઠળ કામ કરશે. આ ફિલ્મને બોની કપૂર અને નિર્માતા મહાવીર જૈન સાથે મળીને બનાવશે. એમાં બે પેઢી વચ્ચેના અંતરને બતાવવામાં આવશે.
ફિલ્મમાં જ્હાન્વીની મુખ્ય ભૂમિકા હશે. એમાં તે એક વિદ્રોહી સ્વભાવની યુવતીનો રોલ કરશે. આ ફિલ્મની પટકથા ‘ક્લબ ૬૦’ ફિલ્મના દિગ્દર્શક સંજય ત્રિપાઠીએ લખી છે. હવે તેઓ આ ફિલ્મનું દિગ્દર્શન પણ સંભાળશે.