Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

ઝટકો : આરબીઆઇએ સતત બીજી વખત રેપો રેટ યથાવત્‌ રાખ્યો…

નીતિ સમીક્ષા બેઠકમાં રેપો રેટ ૫.૧૫ ટકાએ સ્થિર
– ડિસેમ્બરમાં ડુંગળી-શાકભાજીના વધતા ભાવને કારણે રિટેલ મોંઘવારી દર ૭.૩૫ ટકાએ
– આરબીઆઇ ૨૦૨૦-૨૧માં જીડીપી ગ્રોથ ૬ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો

મુંબઇ : રિઝર્વ બેંકે ચાવીરૂપ વ્યાજ દર રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈએ ચાલુ નાણાંકીય વર્ષની અંતિમ ધિરાણ નીતિ સમીક્ષા બેઠકમાં રેપો રેટ ૫.૧૫ ટકા પર યથાવત રાખ્યો છે. સતત બીજી બેઠકમાં રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો છે. આરબીઆઈએ આગામી નાણાંકીય વર્ષ (૨૦૨૦-૨૧)માં જીડીપી ગ્રોથ ૬ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. બીજી તરફ, રિવર્સ રેપો રેટ ૪.૯૦ ટકા પર બરકરાર છે. રિઝર્વ બેંકે ઝ્રઇઇ ૪ ટકા અને જીન્ઇ ૧૮.૫ ટકા પર કાયમ રાખ્યા છે. આરબીઆઇ પર મોંઘવારીનું ઘણુ દબાણ છે. ડિસેમ્બરમાં ડુંગળી અને અન્ય શાકભાજીના વધતા ભાવને કારણે રિટેલ મોંઘવારી દર ૭.૩૫ ટકા પર પહોચી ગઇ છે. આ કેન્દ્રીય બેન્કના ચાર ટકા ટાર્ગેટ (+૨ અથવા -૨)થી ઘણી વધુ છે. જોકે, નવો પાક આવ્યા બાદ રિટેલ મોંઘવારી દરમાં કમી આવી શકે છે. વર્તમાન નાણાકીય વર્ષની પ્રથમ છ માસિકમાં રિટેલ મોંઘવારી દર ૫.૧થી લઇને ૪.૭ ટકા રહેવાનું અનુમાન છે.
રિઝર્વ બેંકને આશંકા છે કે આગામી સમયમાં મોંઘવારી દરમાં ઘટાડો થશે નહીં. મૌદ્રિક નીતિ સમિતિના તમામ ૬ સભ્યોએ રેપો રેટમાં કોઇપણ ફેરફાર નહીં કરવાનો પક્ષ લીધો છે. રિઝર્વ બેંકે જણાવ્યું છે કે, અર્થવ્યવસ્થામાં સુસ્તી યથાવત છે, આર્થિક વિકાસ દર ધારણા કરતા ઓછો છે.

ક્રૂડ ઓઈલની કિંમતોમાં અસ્થિરતાને કારણે દૂધ અને દાળ જેવી વસ્તુઓના ભાવમાં વધારો થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ મોંઘવારી દરના અંદાજમાં વધારો કર્યો છે. આરબીઆઈએ જણાવ્યું છે કે, ચાલુ ત્રિમાસીકમાં નવા પાક આવવાને કારણે ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

આરબીઆઇના ગવર્નરે સરકારને સુચન કર્યું છે કે અર્થવ્યવસ્થા પર કોરોનાવાયરસની સંભવિત અસરને જોતા આકસ્મિક યોજના તૈયાર કરી લેવી જોઈએ. વાયરસનું ઈન્ફેક્શન ફેલાવવાને કારણે પ્રવાસીઓની અવર-જવર અને આંતરરાષ્ટ્રીય વેપારને અસર થશે. તેના કારણે જાન્યુઆરીના અંતમાં શેરબજારોમાં વેચવાલી થઈ અને ક્રુડના બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો.

આરબીઆઇના ગવર્નરે કહ્યું કે સરકારના સુચનો મુજબ નાના કારોબારીઓના લોનના રિસ્ટ્રકચરિંગના સમયને આગળ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે વ્યાજ દરોને રેપો રેટ જેવા બહારના બેન્ચમાર્ક સાથે જોડવાથી લોકોને મૌદ્રિક નીતીનો ફાયદો મળી રહ્યો છે.

Related posts

હમણાં તો નહિ જ અટકે : પેટ્રોલમાં ૩૪ પૈસા અને ડિઝલમાં ૩૦ પૈસાનો વધારો…

Charotar Sandesh

ગૌત્તમ અદાણી ફરી એશિયાના ૨ નંબરે અને વિશ્વના ૧૪માં સૌથી ધનવાન

Charotar Sandesh

જે ટ્રેક્ટરની ખેડૂત પૂજા કરે છે, વિપક્ષે તેને જ લગાવી આગ : PM મોદી

Charotar Sandesh