Charotar Sandesh
બોલિવૂડ

તાપસી પન્નુ અને તાહિર રાજ ભસીન ‘લૂપ લપેટા’માં ચમકશે…

મુંબઈ : તાપસી પન્નુ અને તાહિર રાજ ભસીન સાથે ‘લૂપ લપેટા’ નામની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ ૧૯૯૮ની જર્મન થ્રિલર ફિલ્મ ‘રન લોલા રન’નું ઓફિશિયલ ઇન્ડિયન અડેપ્ટેશન છે. આ ફિલ્મને આકાશ ભાટિયા ડિરેક્ટ કરશે જેણે એમેઝોન પ્રાઈમની વેબ સિરીઝ ‘ઇનસાઇડ એજ’ની બીજી સીઝન ડિરેક્ટ કરી છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પર મેકર્સ ત્રણ વર્ષથી કામ કરી રહ્યા હતા.

ફિલ્મ ફ્રાન્કા પોટેન્ટે, મોરિત્ઝ બ્લાઈબટ્ર્યુ લીડ રોલમાં હતાં. ફિલ્મમાં બંને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડના રોલમાં હતાં. ફિલ્મની સ્ટોરી એવી છે કે ફિલ્મની હિરોઈનને તેના બોયફ્રેન્ડને બચાવવા માટે ૨૦ મિનિટમાં ઘણી મોટી રકમ એકઠી કરવાની હોય છે. આ જર્મન કલ્ટ ક્લાસિક ફિલ્મ ૭૨મા એકેડમી અવોડ્‌ર્સ માટે બેસ્ટ ફોરેન લેન્ગેવેજ ફિલ્મ કેટેગરીમાં જર્મનની ઓફિશિયલ એન્ટ્રી હતી પરંતુ નોમિનેશન મળ્યું ન હતું.

ફિલ્મને એલિપ્સિસ એન્ટરટેઇન્મેન્ટ અને સોની પિક્ચર્સ સાથે મળીને પ્રોડ્યૂસ કરવાનું છે. ફિલ્મની પ્રિન્સિપલ ફોટોગ્રાફી એપ્રિલ મહિનામાં શરૂ થશે અને ફિલ્મ આવતા વર્ષે ૨૯ જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.

Related posts

ફરાહ ખાનની ’સત્તે પે સત્તા’માંથી દીપિકા પાદુકોણનું પત્તું કપાયું…

Charotar Sandesh

BOF ૫૦૦ લિસ્ટમાં સામેલ થનારી એકમાત્ર એક્ટ્રેસ બની દીપિકા પાદુકોણ…

Charotar Sandesh

કમાલ ખાને ફિલ્મ ’રાધે’ની ટીકા કરતાં સલમાન ખાને માનહાનિનો કેસ કર્યો…

Charotar Sandesh