Charotar Sandesh
સ્પોર્ટ્સ

ત્રણ દિવસના આકરા ક્વોરન્ટાઇન બાદ રવિન્દ્ર જાડેજા સહિત ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ કરી પ્રેક્ટિસ…

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ…

સાઉથમ્પ્ટન : ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડના સાઉથમ્પ્ટનમાં આગામી ૧૮ જૂન થી રમાનારી, ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલને લઇને તૈયારીમાં લાગી ચુકી છે. ત્રણ દિવસના આકરા ક્વોરન્ટાઇન સમય વિતાવ્યા બાદ હવે ખેલાડીઓ મેદાનમાં પ્રેકટીશ માટે પહોંચ્યા છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સહિત ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ પ્રેકટીશ સેશનમાં જોડાયા હતા. ખેલાડીઓ એ સાઉથમ્પ્ટનના ગ્રાઉન્ડમાં પ્રેકટીશ કરી હતી.
રવિન્દ્ર જાડેજાએ પ્રેકટીશ સેશનને લઇને તસ્વીરો શેર કરી હતી. જેમાં તે બોલીંગ પ્રેકટીશ કરી રહેલો નજર આવ્યો હતો. જે ખેલાડીઓ ને પ્રેકટીશ માટે છુટ આપવામાં આવી હતી, તેમાં જાડેજાનો સમાવેશ થાય છે. જેમાં ખેલાડીઓને મેદાનમાં પ્રેકટીશ માટે પરવાનગી અપાઇ છે. ખેલાડીઓને હોટલના રુમમાં જ જીમ માટે ના સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જેથી તે આઇસોલેશનમાં રહી ને પોતાની ફીટનેસ માટે વર્કઆઉટ કરી શકે.
જોકે ખેલાડીઓ ને અલગ અલગ સમયે મેદાનમાં ટ્રેનીંગ માટે સમય ફાળવવામા આવ્યો હતો. જેમાં પહેલા ચેતેશ્વર પુજારા રનીંગ કરતો વિડીયો શેર કર્યો હતો. પુજારાએ કેપ્શન લખી હતી, ગોલ્ડન ઓવર, લેટ્‌સ ગો.
ઇંગ્લેંડ પ્રવાસ પર પહોંચેલી ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ની ફાઇનલ ન્યુઝીલેન્ડ સામે રમશે. ત્યાર બાદ ભારતીય ટીમ ઇંગ્લેંડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમશે. જે શ્રેણીની શરુઆત આગામી ૪ ઓગષ્ટ થી શરુ થશે. ત્યાર બાદ ૧૪ ઓગષ્ટ થી ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડ પ્રવાસ થી ફરશે. ભારતીય ટીમે ઇંગ્લેંડ પ્રવાસ ૨ જૂને મુંબઇ થી શરુ કર્યો હતો. ટીમ ઇન્ડીયા હાલમાં સાઉથમ્પ્ટન ગ્રાઉન્ડમાં જ આવેલી હોટલમાં રોકાયેલી છે.

Related posts

ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલાં ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સ માટે નવો નિયમ…

Charotar Sandesh

ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ બનાવ્યો રેકોર્ડ, ઈન્ટરનેશનલ ૭૪ ગોલ સાથે બીજા સ્થાન પર…

Charotar Sandesh

ધોનીના કારણે મને અને કુલદીપ યાદવને સફળતા મળી : ચહલ

Charotar Sandesh