Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

દાહોદના મુવાલિયા ક્રોસિંગ પાસે ટેન્કરે ટ્રેક્ટરને ટક્કર મારતાં ૫ મજૂરોનાં મોત…

આ અકસ્માતમાં ૧૫ લોકો ઘાયલ…

દાહોદ : શુક્રવારે રાત્રે દાહોદના મુવાલિયા ક્રોસિંગ પાસેરીના ટેન્કરે ટ્રેક્ટરને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટરમાં સવાર મજૂરો પૈકી ૫ મજૂરોનાં મોત નીપજ્યાં હતાં જ્યારે ૧૫ જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડ્યા હતાં. અકસ્માત સર્જાતા જ હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

દાહોદના મુવાલિયા ક્રોસિંગ પાસે પીએસપી કંપનીના મજૂરો ભરેલું ટ્રેક્ટર મજુરોને પોતાના ઘરે પરત મુકવા જઈ રહ્યું હતું. તે દરમિયાન પાછળથી આવેલું ટેન્કર ટ્રેક્ટરની સાથે ધડાકાભેર અથડાયું હતું. જેના કારણે ટ્રેક્ટરમાં બેઠેલા મજૂરો ૩નાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ૧૫ જેટલા મજૂરોને લોકોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા દાહોદની ઝાયડસ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જોકે ૨ મજૂરોને સારવાર મળે તે પહેલાં જ મોત નિપજ્યું હતું.
ટેન્કર વચ્ચે થયેલા ગોઝારા અકસ્માતના કારણે દાહોદના પાંચ મજૂરોએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માત બાદ ટેન્કર પલટી ખાઈ જતાં ક્રેઈનની મદદ લેવામાં આવી હતી. બાંધકામમાં કામ કરતા મજૂરોને ઘર પરત મુકવા માટે ટ્રેક્ટર જઈ રહ્યું હતું તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. આ મજૂરો આસપાસના વિસ્તારમાં પોતાના ગામમાં પરત જવા માટે નીકળ્યા હતા.

Related posts

ગુજરાત યુનિવર્સિટીઃ ટુંક સમયમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની લેવાશે ઓનલાઇન પરીક્ષા

Charotar Sandesh

મેડિકલ, પેરામેડીકલ સ્ટાફ જીવના જોખમે લોકોની સેવા કરી રહ્યો : સીએમ રૂપાણી

Charotar Sandesh

કોંગ્રેસે આતંકીઓને બિરયાની ખવડાવી ઇલુ-ઇલુ કર્યું : રૂપાણી

Charotar Sandesh