Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧.૩૪ લાખ નવા પોઝિટિવ કેસ, ૨,૮૯૯ મોત…

કોરોનાના એક્ટિવ કેસ ઘટીને ૧૭ લાખ પર પહોંચ્યા…

ન્યુ દિલ્હી : ભારતમાં કોરોનાના નવા કેસનો આંકડો સતત ઘટવાના કારણે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧૭ લાખ પર પહોંચી ગઈ છે. પાછલા ૨૪ કલાકમાં પણ ૧.૩૫ લાખ કરતા ઓછા કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક ૩૦૦૦ કરતા નીચો રહ્યો છે. ભારતમાં કોરોનાના કેસની સાથે હવે મૃત્યુઆંકમાં પણ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ભારતમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧,૩૪,૧૫૪ કેસ નોંધાયા છે, જ્યારે ગઈકાલે આ આંકડો ૧,૩૨,૭૮૮ હતો એટલે કે સામાન્ય વધારો નોંધાયો છે. જ્યારે મૃત્યુઆંક ગઈકાલે૩,૨૦૭ નોંધાયા હતા જેની સામે આજે જાહેર થયેલા આંકડામાં ૨૪ કલાકમાં ૨,૮૮૭ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.
દેશમાં જાહેર કરાયેલા આજના સવારના આંકડામાં ૨૪ કલાકમાં વધુ ૨,૧૧,૪૯૯ દર્દીઓ સાજા થયા છે, જેની સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૨,૬૩,૯૦,૫૮૪ થઈ ગઈ છે. નવા કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધવાના કારણે એક્ટિવ કેસમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧૭,૧૩,૪૧૩ પર પહોંચી ગઈ છે.
ભારતમાં વધુ ૧.૩૪ લાખ કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને ૨,૮૪,૪૧,૯૮૬ થઈ ગઈ છે. કુલ મૃત્યુઆંક ૩,૩૭,૯૮૯ થઈ ગયા છે. ભારતમાં કોરોનાના મૃત્યુઆંકમાં ધીમો ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતુ હવે બીજી લહેરના પીક દરમિયાન જે પ્રમાણે આંકડો ૪૦૦૦ની નજીક/પાર પહોંચી જતો હતો તેમાં ઘટાડો નોંધાયો છે.
દેશમાં ૧૬ જાન્યુઆરીએ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ૧ મેથી ૧૮ વર્ષથી ઉપરના તમામ નાગરિકોને રસી આપવાની મંજૂરી અપાઈ છે. આજ સવારના આંકડા પ્રમાણે મંગળવાર સુધીમાં દેશમાં કોરોનાની રસીના કુલ ૨૨,૧૦,૪૩,૬૯૩ ડોઝ આપવામાં આવ્યા છે.
આઇસીએમઆર મુજબ દેશમાં કોરોના ટેસ્ટ માટે કુલ ૩૫,૩૭,૮૨,૬૪૮ સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં બુધવારે વધુ ૨૧,૫૯,૮૭૩ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થતા કોરોનાના ફેલાવા પર અંકુશ મેળવી શકાયો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
ભારતમાં કોરોના વાયરસના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ પર પહોંચી ગયા હતા. આ પછી ૬૦ લાખ પહોંચતા ૨૮ સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો ૧ કરોડને પાર થઈ ગયો હતો.

Related posts

મુંબઇમાં પાવર ગ્રિડ ફેલ : વીજળી ગુલ થતાં લોકલ ટ્રેનો થંભી…

Charotar Sandesh

લોકસભાના પરિણામો બાદ રૂપાણી, પટેલ, વાઘાણીની વિદાય નિશ્ચિત..!?

Charotar Sandesh

ફિલ્મ ચેહરેમાં અમિતાભ બચ્ચનનો ફર્સ્ટ લૂક જાહેર

Charotar Sandesh