Charotar Sandesh
ગુજરાત

બે મહિનાથી વધુ સમય બંધ થયા બાદ ફરી વેપાર-ધંધા-ઓફિસો, બસ સેવા સાથે ફરી ધબકતું થયું ગુજરાત…

અમદાવાદ : શહેર આજથી ફરી એક વખત ધબકતું થયું છે. આજથી શહેરમાં તમામ વેપાર- ધંધા-ઓફિસો, બસ સેવા સહિત તમામ રોજગાર ધંધા શરૂ થતાં અમદાવાદ ફરી એકવાર પહેલા જેવું જોવા મળી રહ્યું છે. આજે સવારથી જ છસ્‌જી-મ્ઇ્‌જી બસ સેવા શરૂ થઈ ગઈ હતી. લોકો રોડ પર માસ્ક પહેરેલા જોવા મળ્યા હતાં. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક બંને સાથે શહેરજનો કામે વળગતા અલગ જ ચિત્ર અમદાવાદનું જોવા મળ્યું છે. કન્ટેનમેન્ટ ઝોન સિવાય બસ સેવાઓ ૫૦ ટકા કેપેસિટી સાથે દોડતી થઈ છે. જી્‌ બસમાં પણ ૬૦ ટકા લોકો જ બેસે તેવી વ્યવસ્થા કરી બસ શરૂ થઈ ગઈ છે. બીજીતરફ સુભાષબ્રિજ મ્ઇ્‌જી તેમજ રાણીપ બસ સ્ટેન્ડ પરથી આજે સવારે એસટી બસ સેવા શરૂ થઈ છે. ઓછી સખ્યામાં બસો દોડતી થઈ છે.

અમદાવાદમાં હવે માર્કેટો શરૂ થયા છે. અમદાવાદમાં રિલીફ રોડ ફરી ધમધમતો થયો છે. લાંબા સમયથી બંધ રિલીફ રોડ શરૂ થયો છે. રિલીફ રોડના માર્કેટ ચાલુ થયા છે. કાપડ, મોબાઈલ, ઈલેકટ્રોનિક દુકાનો શરૂ થઇ ગઇ છે.
અનલોક-૧માં સરકાર દ્વારા છૂટછાટ અપાતા રાજકોટ આજ ફરીથી ધમધમતુ થયું છે. રાજકોટ શહેરની મુખ્ય બજારો શરૂ થતા લોકો ઘરની બહાર નિકળ્યા છે. ઘણા સમયથી સુમસામ રહેલા રસ્તા પર લોકો જોવા મળ્યા છે. લોકડાઉન હોવાના કારણે છેલ્લા ઘણા સમયથી રસ્તા પર લોકોની ભીડ ઘટી હતી. જોકે હવે સરકારે છૂટ આપતા રસ્તા ધમધમતા થયા છે.

વડોદરામાં અનલોક પાર્ટ-૧માં બજારો ખુલ્યાં છે. લાંબા સમય બાદ ધંધા રોજગાર શરૂ થઇ ગયા છે. વડોદરામાં વેપારીઓએ ધંધા રોજગાર શરૂ કર્યા છે. ચાર દરવાજા વિસ્તાર, રાવપુરા વિસ્તારમાં દુકાનો ખુલી ગઇ છે. સરકારની ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા કરાઈ છે.

છેલ્લા બે મહિનાના કોરોના વેકેશન બાદ ગાંધીનગર આજે ફરી ધમધમતું થયું હતું ,ખાસ કરીને રાજ્ય વહીવટીતંત્રનું હાર્દ ગણાતું સચિવાલય પણ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓથી ઉભરાવા લાગ્યું હતું. સરકારી કર્મચારીની સો ટકા હાજરીના આદેશ સાથે શરૂ થયેલી કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝેશન જેવી બાબતો પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આવતીકાલે મંગળવાર ધારાસભ્યોનો દિવસ હોવાથી સ્વર્ણિમ સંકુલ અને સચિવાલય રાજકીય નેતાઓથી પણ ધમધમવા લાગશે, સચિવાલયના તમામ ૧૪ બ્લોકની સાથે મંત્રીઓની ઓફિસ સ્વર્ણિમ સંકુલ-૧ અને સંકુલ-૨માં કોરોના ચેકિંગ સહિતની વિવિધ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી.

Related posts

અમદાવાદ-ધોલેરા ફોર-લેન હાઈવે રૂ. ૩૫૦૦ કરોડના ખર્ચે બનશે…

Charotar Sandesh

Corona Effect: PM મોદી ગુજરાત નહીં આવે, વડોદરાની 21મીનો જાહેરસભાનો કાર્યક્રમ રદ…

Charotar Sandesh

કોરોના વોરિયર્સ યાદીમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની બાદબાકી કરતાં રોષ…

Charotar Sandesh