Charotar Sandesh
વર્લ્ડ

ભવિષ્યમાં ખૂબ જ ઝડપથી વધશે ગ્લોબલ વોર્મિંગ : અભ્યાસ

પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સતત વધી રહ્યું છે…

USA : ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. જે વિશ્વસ્તરે પર્યાવરણમાં ઘાતક ફેરફારોને પરિણામ આપી રહ્યું છે. એવામાં તાજેતરમાં જ કરાયેલા એક અભ્યાસના તારણોએ એમાં વધારો કર્યો છે.
અમેરિકાની યૂનિવર્સિટી ઓફ મિશિગન અને યૂનિવર્સિટી ઓફ એરિજોના સાથે સંકળાયેલા શોધકર્તાઓ કરેલા અભ્યાસમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે આવનારા સમયમાં વિશ્વસ્તરે ગ્લોબલ વોર્મિંગ ખૂબ જ ઝડપથી વધી શકે છે. અહેવાલમાં સ્પષ્ટ રીતે ખુલાસો કરવામાં આવ્યો હતો કે, અત્યારના સમયની આધુનિક જીવનશૈલી અને પૃથ્વી પર જંગલોના ઘટતા ક્ષેત્રફળને કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે. જેની સીધી અસર ગ્લોબલ વોર્મિંગ પર જોવા મળશે.
વિજ્ઞાનીકોએ પાંચ કરોડ વર્ષથી પણ વધારે સમયના ગ્લોબલ વોર્મિંગના અભ્યાસ પછી આ આશંકા વ્યક્ત કરી હતી. અભ્યાસમાં વિજ્ઞાનીકો દ્વારા પહેલીવાર સફળતાપૂર્વક જળવાયુ મોડલનો ઉપયોગ કરવામાં આવ્યો, જે આદિકાળના શરુઆતના સમયગાળાના ગ્લોબલ વોર્મિગ સાથે મળતો આવે છે અને ભવિષ્યમાં પૃથ્વી પરના જળવાયુથી સમકક્ષ માનવામાં આવે છે.
અહેવાલમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું હતું કે, પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાની સાથે-સાથે ગ્લોબલ વોર્મિંગમાં પણ ભયજનક રીતે વધારો થઇ રહ્યો છે, જેની સીધી અસર પૃથ્વીના જળવાયુ પર પ્રતિકૂળ અસર કરી શકે છે.

  • Yash Patel

Related posts

બોલો….ડબલ્યુએચઓએ પાકિસ્તાન સરકારની કોરોના કામગીરીની વખાણ કર્યા…

Charotar Sandesh

ચીન જિનપિંગના નેતૃત્વમાં વધુ વર્ચસ્વ અને ધાક જમાવી રહ્યું છેઃ નિક્કી હેલી

Charotar Sandesh

કોરોના ક્યાંથી આવ્યો તે જાણવું ખૂબ જરૂરી, વુહાન જઈને તપાસ કરાશે : WHO

Charotar Sandesh