Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

ભાગેડુ નીરવ મોદીની સુરતની સંપત્તિ જપ્ત કરવા લીલીઝંડી મળી…

સુરત : ભાગેડુ નિરવ મોદીના કૌભાંડનો મામલામાં તેની સુરતની ૫૦ કરોડની ૯ મિલકત જપ્ત કરવા આદેશ કરાયા છે. ૧૧.૩૭ કરોડના હીરા મુંબઈ-સુરતના સ્ટ્રોંગ રૂમમાં જપ્ત કરાયા છે. તો ૪.૯૩ કરોડના ડાયમંડ, ૬.૪૪ કરોડના ડાયમંડ-કિંમતી પથ્થર જપ્ત કરાશે. સાથે જ બેલ્જિયમ સ્વેકરની ચાર ઓફિસો જપ્ત કરવામાં આવશે. સચીન સેઝમાં ફાયર સ્ટાર ડાયમંડની ૬ હજાર સ્કવેર મીટર જગ્યા પણ જપ્ત કરાશે.
પીએનબીના રૂ.૧૪૦૦ કરોડના કૌભાંડ કરીને નીરવ મોદી દેશ બહાર ભાગી ગયો છે. ત્યારે વિદેશ ફરાર થયા બાદ તેની સુરતમાં આવેલી ૯ સ્થાવર-જંગમ મિલકતોને જપ્ત કરવાનો આદેશ કરાયો છે. જેની માર્કેટ કિંમત લગભગ ૫૦ કરોડ છે. આ ૫૦ કરોડની મિલકતમાં અલગ અલગ વસ્તુઓનો સમાવેશ થાય છે.
સુરતના ત્રણ એસઈઝેડ ડાયમંડ યુનિટમાંથી સુરત કસ્ટમ-સેન્ટ્રલ વિભાગે ૭ વર્ષ પહેલાં કુલ રૃ. ૯૩.૭૦ કરોડના ડાયમંડ ઓવર વેલ્યુએશન કેસ કર્યો હતો. જેની કોર્ટ કાયવાહીમાં સમન્સ-વોરંટ છતાં હાજર ન થનાર નિરવ મોદીની સુરતમાં આવેલી મિલકત જપ્ત કરવા સુરત કસ્ટમ-સેન્ટ્રલ વિભાગની માંગ પર સુરત ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ અમિતકુમાર દવેએ મંજુરી આપી છે. સીઆરપીસીની કલમ ૮૩ હેઠળ આ મિલકતો જપ્ત કરાશે.

Related posts

એટીએસનું સફળ ઓપરેશનઃ નકલી નોટો સાથે ૪ લોકોની કરાઈ ધરપકડ…

Charotar Sandesh

પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને ફરજિયાત હાજર રહેવા આદેશ, વિદ્યાર્થીઓને નહીં બોલાવાય…

Charotar Sandesh

GPSCની વર્ગ-૧, ૨ની પરીક્ષાનું પરિણામ જાહેર, ૬૧૫૨ ઉમેદવારો લેખિત પરીક્ષા માટે કવોલિફાઈ…

Charotar Sandesh