Charotar Sandesh
ઈન્ડિયા

ભારતમાં ૫૦ ટકા લોકો માસ્ક પહેરતા નથી, સ્વાસ્થ્ય મંત્રાલયનો દાવો…

દેશમાં કોરોનાના સંક્રમણે હાહાકાર મચાવ્યો છે અને કોરોનાના દર્દીઓની સંખ્યામાં કુદકે ને ભુસકે વધારો થઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારના સ્વાસ્થય મંત્રાલયનુ કહેવુ છે કે, દેશમાં ૫૦ ટકા લોકો હજી પણ માસ્ક પહેરતા નથી.
આ અંગે કરાવાયેલા સર્વેમાં જાણવા મળ્યુ હતુ કે, ૯૦ ટકા લોકોને ખબર છે કે, માસ્કનુ મહત્વ શું છે પણ તેમાંથી ૪૪ ટકા લોકો જ માસ્ક પહેરી રહ્યા છે.મંત્રાલયનુ કહેવુ છે કે, મોટાભાગના લોકો કોરોનાથી બચવા માટે જે ગાઈડલાઈન બનાવાઈ છે તેનુ પાલન કરી રહ્યા નથી.જેમાં માસ્ક પહેરવાની અને ભીડભાડથી બચવાની વાત સામેલ છે.
દરમિયાન કેન્દ્રના આરોગ્ય સચિવની અધ્યક્ષતા હેઠળ દેશના ૧૨ રાજ્યોના અધિકારીઓની બેઠક બોલાવાઈ હતી.જેમાં સૌથઈ વધારે કોરોના પ્રભાવિત ૪૬ જિલ્લાના કલેકટરો પણ હાજર રહ્યા હતા.આ બેઠકમાં ગુજરાતના અધિકારીઓ પણ ભાગ લેવા માટે ગયા હતા.આ ૧૨ રાજ્યોને આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કોરોનાની ગાઈડલાઈનનો સખ્તાઈથી અમલ કરાવવા માટે આદેશ આપ્યો છે.
એ પછી સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ હતુ કે, જો યોગ્ય રીતે કોરોનાથી સંક્રમિત થયેલા વ્યક્તિઓને બીજાના સંપર્કમાં આવતા રોકી ના શકાય તો એક વ્યક્તિ ૩૦ દિવસમાં ૪૦૬ લોકોને સંક્રમિત કરી શકે છે .જો સંક્રમિત થયેલા વ્યક્તિને બીજાના સંપર્કમાં આવતા રોકી શકાય તો આ આંકડો ઘટીને ૧૫ થઈ શકે છે.

Related posts

યુકેથી દિલ્હી પહોંચેલા સાત લોકો કોરોના પોઝિટિવ નીકળતા ખળભળાટ…

Charotar Sandesh

છેલ્લા ૧૮ દિવસમાં ૧૫ વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા…

Charotar Sandesh

પ્રતાપગઢમાં બોલેરો-ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માતઃ ૧૪ જાનૈયાઓના મોત…

Charotar Sandesh