Charotar Sandesh
ઈન્ડિયા

ભારતીય કોરોના વેક્સિન-કોવેક્સિનની હ્યુમન ટ્રાયલ કરાઈ શરૂ…

પટણા : ભારતે તૈયાર કરેલી વેક્સિનની હ્યુમન ટ્રાયલ શરૂ થઈ છે. ભારતીય વેક્સિનનું નામ છે કોવેક્સિન. ૧૦- ૧૧ દિવસ પહેલા સરકારે કહ્યુ હતું કે બહું જલ્દી અને દેશની મોટી સંસ્થાઓમાં વેક્સિનનું પરિક્ષણ શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત એઆઈઆઈએમએસ પટનામાં વેક્સિનનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આ માટે ૧૮ વોલેન્ટીયની પસંદગી કરવામાં આવી છે. એક ન્યૂઝ વેબસાઈટમાં જણાવ્યાનું સાર દુનિયામાં અનેક રસીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં મોર્ડન, કૈનસિનો, ઈનોવિયો, બાયોએનટેક, ફાઈજર અને એસ્ટ્રજેનેકાની વેક્સિનનો પણ સમાવેશ થયો છે. એમ્સ પટનામાં આ રસીનું હ્યુમન પરીક્ષણ માટે ૧૮ લોકોની પસંદગી કરાઈ છે.

જે માટે ૬ મહિનાનો સમય પસંદ કરવામાં આવ્યો છે.જે સંસ્થાઓમાં આ રસીનું હ્યુમન ટ્રાયલ થશે જેમાં નવી દિલ્હી અને પટનાની એમ્સ, પીજીઆઈ રોહતક, ગોરખપુર રાણા હોસ્પિટલ, કાનપુરમાં પ્રખર હોસ્પિટલ, નાગપુરમાં ગિલ્લુકર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, ગોવામાં રોધેકર હોસ્પિટલ , ઓડિશામાં એસયૂએમ હોસ્પિટલ, વિશાખાપટ્ટનમમાં કિંગ જોર્જ હોસ્પિટલ, કર્નાટકના બેલગામમાં જીવન રેખા હોસ્પિટલ, ચેન્નાઈમાં એસઆરએમ હોસ્પિટલ, હૈદરાબાદમાં નિમ્સ હોસ્પિટલનો સમાવેશ થાય છે.

આઈસીએમઆરએ જણાવ્યું કે રસીના પરીક્ષણ માટે પસંદ કરવામાં આવેલા ૧૮ લોકોમાંથી એ લોકોને સૌથી પહેલા રસી અપાશે જે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય. કોવેક્સિન દવા હૈદરાબાદની ભારત બાયોટેક કંપનીએ તૈયાર કરી છે. પહેલા ચરણમાં રસી ૧૮થી૫૫ વર્ષ અને બીજા સ્ટેજમાં ૧૨થી ૬૫ વર્ષના લોકોને આપવામાં આવશે. જેના માટે ૩૭૫થી ૭૫૦ લોકો પર પરીક્ષણ કરાશે. ૨૮ દિવસ ચાલનાર પ્રક્રિયામાં પહેલા સહમતિ પત્ર રજૂ કરનાર વ્યક્તિના તમામ હેલ્થ ટેસ્ટ કરાશે. એ બાદ પરીક્ષણ કરાશે.

Related posts

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવ વધવાથી પેટ્રોલ-ડિઝલની કિંમતો વધી રહી છે : ધર્મેન્દ્ર પ્રધાન

Charotar Sandesh

દિવાળી બાદ ન્યુ દિલ્હી-નોઇડામાં પ્રદૂષણ જોખમી સ્તરે વધ્યુ, હવા ૧૦ ગણી ઝેરી થઇ

Charotar Sandesh

મહારાષ્ટ્ર વિધાનસભામાં હંગામો, સ્પિકરને ગાળો આપવા મુદ્દે ભાજપના ૧૨ ધારાસભ્ય સસ્પેન્ડ

Charotar Sandesh