Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારત-ઇંગ્લેન્ડ વન-ડે સિરીઝમાં પ્રેક્ષકોને એન્ટ્રી નહિ મળે…

મુંબઇ : ટેસ્ટ અને પાંચ મેચની ટી-૨૦ સિરીઝ બાદ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમવાની છે. આ તમામ મેચ ૨૩ માર્ચથી પુણેમાં યોજાશે. એવા અહેવાલો હતા કે કોરોના વાયરસને કારણે આ ત્રણ મેચનું સ્થળ બદલી શકાય છે, પરંતુ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પુણેમાં વનડે સિરીઝ યોજવાની મંજૂરી આપી દીધી છે.
એક રિપોર્ટ મુજબ, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ ખાલી સ્ટેડિયમમાં વનડે સિરીઝ યોજવાની મંજૂરી આપી છે. છેલ્લા કેટલાક દિવસોમાં, પુણેમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. જેના કારણે એવી આશંકા હતી કે શ્રેણીનું સ્થળ બદલાઈ શકે છે. જો કે, આવુ બન્યું નથી. તમને જણાવી દઈએ કે ગુરુવારે પુણેમાં ૧૫૪૨ નવા કોરોના કેસ સામે આવ્યા હતા અને ૮ લોકોના મોત થયા હતા. રાજ્ય ક્રિકેટ એસોસિયેશને જણાવ્યું છે કે પુણેમાં વન-ડે સિરીઝ પ્રેક્ષકો વગર જ રમાશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ વન ડે સિરીઝની પહેલ મેચ ૨૩ માર્ચના રોજ શરૂ થશે. બીજી મેચ ૨૬ માર્ચે અને ત્રીજી મેચ ૨૮ માર્ચના રોજ રમવામાં આવશે. આ બધી મેચ ડેનાઈટ હશે. વન સિરીઝ પહેલા બન્ને ટીમ વચ્ચે પાંચ ટી૨૦ મેચની સિરીઝ અમદાવાદમાં રમાશે. પહેલી ટી૨૦ મેચ ૧૨ માર્ચના રોજ રમાશે. બીજી મેચ ૧૪ માર્ચ, ત્રીજી મેચ ૧૬ માર્ચ, ચોથી મેચ ૧૮ માર્ચે અને છેલ્લી મેચ ૨૦ માર્ચના રોજ રમાશે.

Related posts

લોકડાઉન વધતા IPL સીઝન ૧૩નું સપનું રોળાયું, આગામી આદેશ સુધી સ્થગિત…?

Charotar Sandesh

આઇપીએલ પર કોરોના સંકટ, કેકેઆર બાદ ચેન્નાઇ સુપર કિંગ્સના ૩ સભ્યો પણ પોઝિટિવ…

Charotar Sandesh

આઈપીએલ ૨૦૨૦માં સટ્ટેબાજી રોકવા બીસીસીઆઈએ સ્પોર્ટરડાર કંપની સાથે કર્યો કરાર

Charotar Sandesh