Charotar Sandesh
ઈન્ડિયા

ભારત-ચીન સરહદ પર સૈન્યબળ નહીં વધારવા સંમત…

ન્યુ દિલ્હી : પૂર્વ લદાખમાં તણાવ ઓછો કરવા માટે અનેક પગલાંની જાહેરાત કરતા ભારત અને ચીનની સેનાઓએ ફ્રન્ટ લાઈન પર વધુ સૈનિકો ન મોકલવાનો નિર્ણય લીધો છે. ભારત અને ચીનના સૈન્ય કમાન્ડરો વચ્ચે થયેલી છઠ્ઠા તબક્કાની વાતચીત સંગલ્ન ભારતીય સેના અને ચીની સેનાએ મંગળવારે મોડી સાંજે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ આપ્યું અને કહ્યું કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થિતિ સ્થિર કરવાના મુદ્દે બંને પક્ષોએ ઊંડાણપૂર્વક વિચારોનું આદાન પ્રદાન કર્યું અને બંને પક્ષ પોતાના નેતાઓ વચ્ચે બનેલી મહત્વપૂર્ણ સહમતિના ઈમાનદારીપૂર્વક અમલીકરણ પર સહમત થયા.
પૂર્વ લદાખમાં ગતિરોધ ખતમ કરવાના હેતુથી બંને દેશોના સૈન્ય કમાન્ડરો વચ્ચે સોમવારે ૧૪ કલાક સુધી બેઠક ચાલી હતી. નિવેદનમાં કહેવાયું કે બંને પક્ષ પરસ્પર સંપર્ક મજબૂત કરવા અને ગેરસમજ તથા ખોટા નિર્ણયથી બચવા પર સહમત થવાની સાથે ફ્રન્ટ લાઈન પર વધુ સૈનિક ન મોકલવા અને ગ્રાઉન્ડ સ્થિતિ એકતરફી રીતે ન બદલવા પર સહમત થયાં.
તેમાં કહેવાયું કે ભારતીય અને ચીની સેના સ્થિતિને વધુ જટિલ બનાવે તેવી કોઈ પણ કાર્યવાહીથી બચવા પર સહમત થઈ. આ સાથે જ બંને પક્ષ સમસ્યાઓને યોગ્ય ઢબે ઉકેલવા, સરહદી વિસ્તારોમાં જોઈન્ટ રીતે શાંતિ સુનિશ્ચિત કરવા માટે વ્યવહારિક પગલાં લેવા માટે સહમત થયાં. નિવેદનમાં કહેવાયું કે બંને પક્ષ જેમ બને તેમ જલદી કમાન્ડર સ્તરની સાતમા તબક્કાની વાતચીત માટે પણ સહમત થયા.
બંને દેશોના પ્રતિનિધિમંડળોએ સરહદ પર મે મહિનાની શરૂઆતથી ચાલી રહેલા તણાવને દૂર કરવા માટે ૧૦ સપ્ટેમ્બરના રોજ પાંચ પોઈન્ટની દ્વિપક્ષીય સમજૂતિના અમલીકરણ પર વિસ્તારથી વિચાર વિમર્શ કર્યો. એવું કહેવાય છે કે ભારતીય પ્રતિનિધિમંડળે ૧૦ સપ્ટેમ્બરના રોજ મોસ્કોમાં શાંઘાઈ સહયોગ સંગઠન (જીર્ઝ્રં)ની બેઠક ઉપરાંત વિદેશમંત્રી એસ જયશંકર તથા તેમના ચીની સમકક્ષ વાંગ યી વચ્ચે થયેલી સમજૂતિને નિશ્ચિત સમય મર્યાદામાં લાગુ કરવા પર ભાર મૂક્યો. સૂત્રોએ જણાવ્યું કે વાર્તાનો એજન્ડો પાંચ પોઈન્ટની સમજૂતિના અમલીકરણની નિશ્ચિત સમયમર્યાદા નક્કી કરવાનો હતો.

Related posts

દેશમાં ૭૦ દિવસ પછી કોરોનાના સૌથી ઓછા ૮૪૩૩૨ કેસ નોંધાયા…

Charotar Sandesh

ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો…

Charotar Sandesh

કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો, ૨૪ કલાકમાં ૨૫૪૨ લોકોના મોત…

Charotar Sandesh