Charotar Sandesh
સ્પોર્ટ્સ

મયંક અને રોહિતની જોડી અમારા માટે બોનસ જેવી છે : પુજારા

કોલકાતા : ટીમ ઇન્ડિયાના ખેલાડી ચેતેશ્વર પુજારાએ કહ્યું કે તે ભારતની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. તેના અનુસાર ભારતે આ મેચમાં પડકારનો સામનો કરવો પડી શકે છે અને તેને ભરોસો છે કે ટીમ શાનદાર દેખાવ કરશે. તેણે કહ્યું કે, મને લાગે છે કે રાત્રે બોલ જોવામાં તકલીફ પડી શકે છે. જોકે ક્રિઝ ઉપર વધુ સમય પસાર કર્યા પછી બેટિંગ કરવી સરળ રહેશે. ભારત અને બાંગ્લાદેશ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે સીરિઝની બીજી ટેસ્ટ ડે-નાઈટ ફોર્મેટમાં રમાશે. ત્રણ વર્ષ પહેલા દુલીપ ટ્રોફીમાં પ્રથમ વાર ગુલાબી બોલનો ઉપયોગ થયો હતો. તે ટૂર્નામેન્ટમાં પુજારાએ ઇન્ડિયા બ્લૂ વતી રમતાં ટૂર્નામેન્ટમાં ૪૫૩ રન કર્યા હતા, જેમાં ૨ બેવડી સદીનો સમાવેશ થાય છે.
પુજારાએ કહ્યું કે ઇન્ટરનેશનલ મેચમાં ડે-નાઈટ ટેસ્ટ રમવી અને ફર્સ્ટ ક્લાસમાં રમવી તેમાં ઘણો ફર્ક છે. આખી ટીમ આને લઈને ઉત્સાહિત છે. પિન્ક બોલ વિશે પુજારાએ કહ્યું કે, અમે જેટલું વધારે રમીશું તે પ્રમાણે બોલનો સામનો કઈ રીતે કરવો તે શીખીશું. દરેક બોલ અલગ પડકાર લઈને આવે છે. મને નથી લાગતું કે રેડ બોલથી પિન્ક બોલમાં શિફ્ટ થતા વધારે ફેરફારની જરૂર છે. તેણે કહ્યું કે, હા ફ્લડ લાઈટમાં રમવું થોડું અલગ હોય છે. પરંતુ મને નથી લાગતું કે તેના લીધે અમારે રમવાની શૈલીમાં બદલાવ કરવો પડશે. અમે અનુભવ સાથે વધુ શીખતાં રહીશું.

Related posts

માન્ચેસ્ટર ટેસ્ટ વિવાદ : ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ હવે ICC પાસે પહોંચ્યુ

Charotar Sandesh

વિઝડને ટૉપ-૫ ખેલાડીઓના નામ જાહેર કર્યો : એક માત્ર ભારતીય કોહલીનો સમાવેશ…

Charotar Sandesh

BCCIની ૮૯મી AGM ૨૪મી ડિસેમ્બરે અમદાવાદના મોટેરાના સ્ટેડિયમમાં યોજાશે

Charotar Sandesh