Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

યુવા સાંસદથી લઈને સોનિયા ગાંધીના સલાહકાર સુધી, અહેમદ પટેલની રાજકીય સફર…

સોનિયા ગાંધીએ કહ્યું: એક મિત્ર-વફાદાર સહયોગી ગુમાવ્યા, તેમની ખોટ નહીં પૂરાય…

અહેમદ પટેલ 1977માં 26 વર્ષની ઉંમરમાં ગુજરાતના ભરૂચથી લોકસભા ચૂંટણી જીતીને ત્યારે સૌથી યુવા સાંસદ બન્યા હતા. ત્યારે દેશમાં ઇમરજન્સીની વિરુદ્ધ આક્રોશ સાથે જનતા પાર્ટીની લહેર ચાલી રહી હતી. એવામાં તેમનું જીતવું ઈન્દિરા ગાંધી સહિત તમામ રાજકીય પંડિતો માટે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના હતી. તેઓ 1993થી રાજ્યસભા સભ્ય હતા.

અહેમદ પટેલનું કદ માત્ર એટલા માટે નથી કે તેઓ ત્રણ વખત લોકસભામાં કોંગ્રેસના સાંસદ રહ્યા અને પાંચ વખત કોંગ્રેસ તરફથી રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. તેમને આ કદ ગાંધી પરિવાર સાથેની નજીકતાથી પ્રાપ્ત થયું છે.

અહેમદ પટેલની રૂચી ક્યારે પણ સામે આવીને રાજનીતિ કરવામાં નથી રહી. તેઓ પડદા પાછળની રાજનીતિમાં વિશ્વાસ રાખતા હતા. તેની પાછળ કૉંગ્રેસની રાજકીય સંસ્કૃતિની સીમાઓ પણ ઘણે અંશે જવાબદાર રહી. રાજકીય રણનીતિના માસ્ટર માઇન્ડ પટેલને મુદ્દો બનાવીને તેને ઉછાળવાના મહારથી માનવામાં આવતા હતા.

અહેમદ પટેલને 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં UPAની જીત માટેના અગત્યના રણનીતિકાર માનવામાં આવે છે. કૉંગ્રેસ અને UPAની અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હોવાના કારણે તેઓ મનમોહન સરકારના અનેક અગત્યના નિર્ણયોમાં નિર્ણાયક ભૂમિકા નિભાવતા હતા. નિયુક્તિઓ, પ્રમોશનથી લઈને ફાઇલો પર નિર્ણયો સુધી તેમનો સિક્કો ચાલતો હતો.

બીજેપી અધ્યક્ષ અમિત શાહ તથા અહેમદ પટેલની વચ્ચે જૂની અદાવત રહી. તે 2010થી વધી જ્યારે સોહરાબદ્દીન નકલી એન્કાઉન્ટ કેસમાં શાહને જેલ જવું પડ્યું.

માનવામાં આવે છે કે તત્કાલીન UPA સરકારે અહેમદ પટેલના ઈશારા પર શાહને આ મામલામાં ઘેર્યા હતા. UPAના 10 વર્ષના શાસન દરમિયાન તેઓએ જ મોદી અને શાહની જોડી પર નિશાન સાધવાની કેન્દ્રીય એજન્સીઓની પ્રત્યેક કાર્યવાહીમાં યોગદાન આપ્યું હતું.

Related posts

શેરબજારમાં ટેકનિકલ ખામીને બાદ કરતાં પ્રત્યાઘાતી તેજી તરફી ઉછાળો!!

Charotar Sandesh

‘તારક મહેતા કા..’ના એક્ટરની બે વર્ષની પુત્રીનું રમકડું ગળી જતા મોત

Charotar Sandesh

યુપી : પત્રકાર વિક્રમ જોશીની જાહેરમાં ગોળી મારી હત્યા, પોલીસે નવ લોકોની ધરપકડ કરી…

Charotar Sandesh