Charotar Sandesh
ગુજરાત

રાજકોટમાં વડાપ્રધાનના હસ્તે ૧૧૮ કરોડના લાઈટ હાઉસ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત…

રાજકોટ : રાજકોટ એઇમ્સ બાદ લાઇટ હાઉસ પ્રોજેકટનું પણ ખાત મુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી એરિયા ખાતે રૂપિયા ૧૧૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર “લાઈટ હાઉસ” પ્રોજેક્ટ આવાસ યોજનાનું ઈ-ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મંત્રી યોગેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૨૨ સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે વર્ષ ૨૦૧૫ માં પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરવામાં આવી હતી. સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ ઘટકો અંતર્ગત લાભાર્થી આવાસ મેળવી શકે છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે ઝડપથી આવાસો બનાવવા જરૂરી છે. જે ધ્યાને લેતા દેશભરમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી એકસાથે ઓછા સમયમાં વધુ પ્રમાણમાં આવાસો બનાવવામાં આવે તેવું કેન્દ્ર સરકાર દ્વારા સુચન કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકાર ના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલિત જુદી-જુદી ટેકનોલોજી વિશે અભ્યાસ કરવામાં આવેલ તેમજ ભારતમા અનુકુળ એવી ૫૪ ટેકનોલોજીને અલગ તારવવામાં આવેલ.
અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત ૬ શહેરો રાજકોટ (ગુજરાત), લખનઉ (ઉત્તરપ્રદેશ), રાંચી (ઝારખંડ), અગ્રતલા (ત્રિપુરા), ઇન્દોર (મધ્યપ્રદેશ) અને ચેન્નાઈ (તમિલનાડુ)ની પસંદગી કરવામાં આવેલ છે. ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ઉપરોક્ત ૬ શહેરોમાં ૬ જુદી-જુદી ટેકનોલોજીના આધારે આવાસો બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને એજન્સીની નિમણુક કરવામાં આવેલ છે. સમગ્ર કામગીરી મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેર્સ હેઠળ મ્સ્‌ઁઝ્ર (બિલ્ડીંગ મટીરીયલ્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન કાઉન્સિલ) દ્વારા કરવામાં આવનાર છે. જેમાં ગુજરાત સરકાર તરફથી એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ કામગીરી કરવામાં આવનાર છે.
રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટસીટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવશે. જેથી આવાસ યોજનાની કામગીરી સારી અને ઝડપી બનશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂપિયા ૧.૫૦ લાખ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂપિયા ૧.૫૦ લાખ ની સહાય આપવામાં આવનાર છે. આ ઉપરાંત નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂપિયા ૪.૦૦ લાખની વિશેષ ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ આપવામાં આવનાર છે. સ્માર્ટસીટી એરિયામાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ માટે રૂપિયા ૧૧૮ કરોડના ખર્ચે ૧૧૪૪ આવાસનું નિર્માણ કરવામાં આવનાર છે.

Related posts

ગુજરાતમાં ઘણા શહેરોમાં ૧૫ માર્ચ પછી ૪૦ ડિગ્રીને પાર જવાની આગાહી…

Charotar Sandesh

રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો ૧૬ સપ્ટે.થી લાગુ થશે : દંડમાં રાહત…

Charotar Sandesh

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યુ સ્વાગત : બે દિવસીય મુલાકાતે

Charotar Sandesh