Charotar Sandesh
ગુજરાત

રાજ્યના ૩૧ તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ, વલ્લભીપુરમાં ૩ ઇંચ વરસાદ…

ગાંધીનગર : ગુજરાતમાં વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પ્રમાણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૧ તાલુકામાં મેઘ મહેર જોવા મળી રહ્યો છે, જેમાંથી સાત તાલુકામાં ૧થી ૩ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો ૨૪ તાલુકામાં ૧થી ૧૫ એમએમ જેટલો વરસાદ નોંધાયો છે. આમાં સૌથી વધુ વરસાદ ભાવનગરના વલ્લભીપુરમાં ૩ ઇંચ અને સુરતના કામરેજમાં ૨.૭ ઇંચ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા ૧૦ સપ્ટેમ્બરથી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૩૧ તાલુકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભાવનગરમાં છેલ્લા ૨ કલાકમાં ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગરના વલ્લભીપુરમાં ૩ ઈંચ વરસાદ પડ્યો છે. સુરતના કામરેજમાં પણ ૩ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તાપીના સોનગઢમાં ૨ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ વર્ષે મેઘરાજાએ ગુજરાત પર મન મૂકીને હેત વરસાવ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો ૧૨૨.૧૨ ટકા વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં ૨૫૬. ૮૮ ટકા નોંધાયો છે.
રાજ્યના ૯૮ તાલુકામાં ૧ હજાર એમએમથી વધુ, ૧૩૨ તાલુકામાં ૫૦૧-૧૦૦૦ એમએમ અને ૨૫૧-૫૦૦ એમએમ વરસાદ નોંધાયો છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ તાલુકાના વરસાદની વાત કરીએ તો ભાવનગરના વલ્લભીપુરમાં ૧૧ એમએમ, સુરતના કામરેજમાં ૭૧ એમએમ, તાપીના સોનગઢમાં ૫૭ એમએમ, સુરતના માંડવીમાં ૪૮ એમએમ, ગોરસોમનાથના ગીર ગઢડામાં ૩૮ એમએમ, નર્મદાના સાગબારામાં ૩૮ એમએમ, તાપીના વ્યારામાં ૨૭ એમએમ, ડાંગના વઘઈમાં ૧૫ એમએમ, તાપીના ડોલવણમાં ૧૩ એમએમ અને સુરતના સુરત સિટીમાં ૧૧ એમએમ વરસાદ પડ્યો છે.

Related posts

વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી થયા કોરોના સંક્રમિત…

Charotar Sandesh

સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક જ દિવસમાં ૧ કરોડની આવક થઇ…

Charotar Sandesh

વરસાદનો બીજો રાઉન્ડ પૂર્ણ : ઓગસ્ટની શરૂઆતમાં આ તારીખથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી

Charotar Sandesh