Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ૧૧૮ સેવાઓ ડિઝીટલ પોર્ટલનાં માધ્યમથી ઓનલાઇન ઉપલબ્ધ કરાઇ…

આવકનો દાખલો, જાતિનો દાખલો, રેશન કાર્ડ, સ્કોલરશીપ અને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ જેવી યોજનાઓ અને સેવાઓનો લાભ ઘેરબેઠાં મેળવી શકાશે…

આણંદ : રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે લોકોએ કચેરીઓ સુધી લાંબા થવું ન પડે તે માટે રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોની કુલ ૧૧૮ સેવાઓ ડિઝીટલ પોર્ટલનાં માધ્યમથી ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજ્યના નાગરિકો સરકારી સેવાઓ જેવી કે, આવકનો દાખલો, જાતિનો દાખલો, રેશનકાર્ડ, સ્કોલરશીપ અને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ જેવી અનેકવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ હવે ઘેરબેઠાં મેળવી શકશે.

“ડિઝીટલ ગુજરાત પોર્ટલ” ના માધ્યમથી છેવાડા અને અંતરીયાળ વિસ્તારમાં રહેતાં સામાન્ય નાગરિકો પણ સરકારી કચેરીઓમાં પ્રત્યક્ષ જવાને બદલે ઘરેબેઠાં ઓનલાઇન સેવાઓ મેળવી શકે છે. હાલમાં કોવિડ-૧૯ કોરોનાની વૈશ્વિક મહામારીની સ્થિતિમાં લોકો સુરક્ષિત રહે તેમજ બહાર જવાને બદલે આ પ્રકારની સેવાઓ ઓનલાઇન મેળવવાનું શરૂ કરે તે માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આ પ્રકારની ઓનલાઇન સેવાની મદદથી નાગરિકોનાં નાણા અને સમયનો પણ બચાવ થતો હોઇ રાજય સરકારની સેવાઓના લાભ મેળવવા માટે ડિઝીટલ ગુજરાત પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરવા આણંદના ગ્રામ્‍ય મામલતદાર શ્રી આર.બી. પરમારે એક યાદી દ્વારા નાગરિકોને અપીલ કરી છે.

Related posts

ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં  સાંજના ૫ કલાક સુધીમાં  ૫૯.૯૦ ટકા જેટલું મતદાન નોંધાયું

Charotar Sandesh

પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ ફરી રાજકારણમાં સક્રિય : આણંદ કોંગ્રેસ દ્વારા પરિવર્તન બાઈક રેલી યોજાઈ

Charotar Sandesh

આણંદ : કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયેલા પાંચ દર્દીઓને જનરલ હોસ્પિટલમાંથી રજા અપાઈ…

Charotar Sandesh