Charotar Sandesh
ઈન્ડિયા

રાહુલ ગાંધીનો સવાલ : વડાપ્રધાન હજુ તમારે કેટલા ખેડૂતોનાં બલિદાન લેવાં છે ?

રાહુલ ગાંધીએ પીએમ મોદીને સલાહ આપતા કહ્યું- હજુય પણ સમય છે, કૃષિ કાયદા પાછાં ખેંચો

ન્યુ દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીના સીમાડે ચાલી રહેલા ખેડૂત આંદોલન સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કરતાં કહ્યું હતું હજુ તમારે કેટલાં ખેડૂતોનાં બલિદાન લેવાં છે.
ચોવીસ કલાક પહેલાં સંત બાબા રામસિંઘે આત્મહત્યા કર્યા બાદ ગુરૂવારે વધુ એક ખેડૂતનું મરણ થયું હતું. એના સંદર્ભમાં રાહુલ ગાંધી બોલી રહ્યા હતા. મધ્ય પ્રદેશ સરકારે યોજેલા ખેડૂત અધિવેશનને સંબોધવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્ય પ્રદેશ જવાના હતા. એની પૂર્વસંધ્યાએ રાહુલ બોલી રહ્યા હતા. મધ્ય પ્રદેશમાં ૨૩ હજાર ગ્રામ પંચાયતના ખેડૂતો હાજરી આપવાના હતા એવો દાવો રાજ્ય સરકારે કર્યો હતો. અત્યાર અગાઉ કેન્દ્રના ખેતીવાડી પ્રધાન નરેન્દ્ર સિંઘ તોમરે ખેડૂતોને સંબોધીને લખેલા પત્રમાં આઠ મુદ્દાની સ્પષ્ટતા કરી હતી.
રાહુલ ગાંધીએ ટ્‌વીટર પર લખ્યું હતું કે હજુ તમારે કેટલા ખેડૂતોનાં બલિદાન લેવાં છે એ કહો. સંત બાબા રામસિંઘે આપઘાત કર્યો ત્યારે રાહુલ ગાંધીએ એવી ટ્‌વીટ કરી હતી કે મોદી સરકારે ક્રૂરતાની હદ વટાવી દીધી હતી.

Related posts

મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, ટ્રેનમાં ફસાયેલ ૭૦૦ યાત્રિકોનું રેસ્ક્યૂ…

Charotar Sandesh

ભારતમાં નવેમ્બરમાં જ કોરોનાની એન્ટ્રી થઇ ગઇ હતી : વૈજ્ઞાનિકોનું અનુમાન

Charotar Sandesh

મન કી બાત : કોરોના સામે જંગ જીતવા માટે ‘દવાઈ ભી, કડાઈ ભી’ મંત્ર સાથે જીવવું પડશે…

Charotar Sandesh