ભરૂચમાં વધુ ૪ પોઝિટિવ કેસ નોંધાયા…
વડોદરા : મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક ૪૯૪૫ પર પહોંચી ગયો છે. આજે વધુ ૬ કોરોના દર્દીના મોત થયા છે. જ્યારે શહેર જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક ૯૪ ઉપર પહોંચ્યો છે. વડોદરામાં ગત રોજ વધુ ૨૮ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૩૭૭૮ દર્દી રિકવર થયા છે અને વડોદરામાં અત્યારે કુલ ૧૦૭૩ એક્ટિવ કેસ છે. જે પૈકી ૧૫૫ ઓક્સિજન ઉપર અને ૪૧ વેન્ટીલેટર-બાઈપેપ ઉપર છે અને ૮૭૭ દર્દીની હાલત સ્થિર છે.
કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે દર્દીઓની સારવાર માટે શહેરમાં બેડ વધારવામાં આવી રહ્યા છે. સરકારી હોસ્પિટલોમાં બેડ વધારવાની કવાયત કર્યા પછી શહેરની ખાનગી હોસ્પિટલો દ્વારા પણ બેડો વધારવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલોએ શહેરની વિવિધ હોટલ ભાડે લઈને તેમાં બેડની વ્યવસ્થા કરી છે. વડોદરા મહાનગરપાલિકાએ શહેરની ખાનગી હોસ્પિટલોને હોટલમાં બેડ વધારવા માટે પરવાનગી આપ્યા પછી શહેરની ૯ હોસ્પિટલ દ્વારા આઠ જેટલી હોટલમાં ૩૨૬ જેટલા બેડ ઉભા કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં આજે અત્યાર સુધી કોરોના વાઈરસના વધુ ૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા ૯૯૪ પર પહોંચી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો ૧ હજાર નજીક પહોંચ્યો છે. જૈ પૈકી ૨૧ દર્દીના મોત થયા છે. કુલ ૭૫૨ સાજા થયા છે. જ્યારે હાલ ૨૨૨ લોકો સારવાર હેઠળ છે.