Charotar Sandesh
ઈન્ડિયા

વધતા રોડ અકસ્માતો પર અંકુશ મેળવવા દેશભરમાં તમિલનાડુ મોડલ લાગુ કરાશે : નીતિન ગડકરી

તમામ રાજ્યોની સરખામણીએ તમિલનાડુમાં રોડ દુર્ઘટનાઓ સૌથી ઓછા પ્રમાણમાં…

ન્યુ દિલ્હી,
દેશમાં વાહનવ્યવહારની દુર્દશાને કારણે વધી રહેલી અકસ્માતની ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે સરકાર સક્રિય બની છે. આ માટે સરકારે તમિલનાડુ મોડલ અપનાવવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ભારતમાં માત્ર તમિલનાડુ એવું રાજ્ય છે, સુઘડ વાહનવ્યવહાર સુવિધા છે અને અન્ય રાજ્યોની સરખામણીમાં રોડ અકસ્માતની સંખ્યા ઓછી છે.

રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન સડક પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ સોમવારે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, સમગ્ર દેશમાં તમિલનાડુ મોડલ લાગુ કરવામાં આવશે. ગડકરી મુજબ ૨૦૧૮માં દેશમાં રોડ અકસ્માતમાં મરનારનો આંકડો ૧.૮૮ લાખ હતો. તેમના મુજબ રોડ અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો છે અને સરકાર આ માટે પૂરતા પગલા ઉઠાવી રહી છે.

સરકારી આંકડાઓ મુજબ ઉત્તર પ્રેદશમાં ગત વર્ષે રોડ અકસ્માતમાં થનારી મોતમાં ૧૭ ટકાનો વધારો થયો છે. તમિલનાડુ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં રોડ અકસ્માતની ઘટનાઓ ઓછી નોંધવામાં આવી છે. જેના કારણે સરકાર સમગ્ર દેશમાં તમિલનાડુ મોડલ લાગુ કરવા પ્રયત્નશીલ છે.

વાહનવ્યવહારમાં સુધારા અંગે જાણકારી આપતા ગડકરીએ જણાવ્યું કે, રાજ્ય અને રાષ્ટય સ્તરે બધા જ રાજ્યમાર્ગો પર વધારે પડતા અકસ્માત થનાર જગ્યાઓ (બ્લેક સ્પોટ)ની ઓળખ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ યોજનાનો પ્રસ્તાવ વિશ્વ બેન્ક સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. જે હેઠળ સાત હજાર કરોડ રુપિયા એશિયાઇ વિકાસ બેન્ક અને સાત હજાર કરોડ રુપિયા વિશ્વ બેન્ક તરફથી મળશે. આ યોજના હેઠળ તમામ બ્લેક સ્પોટને દૂર કરી રાજ્યમાર્ગોને સુઘડ બનાવવામાં આવશે.

Related posts

ભાજપ બિહાર ચૂંટણીમાં વીઆઇપી પાર્ટીને ૧૧ બેઠકો આપશે : વીઆઇપી પાર્ટીએ મહાગઠબંધન સાથે છેડો ફાડ્યો…

Charotar Sandesh

કોરોના મહા સંકટ : હવે દેશમાં દર કલાકે ત્રણના મોત..! છેલ્લા ૨૪ કલાકમાં ૭૩ના મોત…

Charotar Sandesh

સાઉદી પર ભારતની અસર, જેલમાં બંધ 850 ભારતીયોને રમઝાન પહેલા છોડી દીધા: PM મોદી

Charotar Sandesh