બીજિંગ : ભારત સહિતના સંખ્યાબંધ પાડોશી દેશો સાથે સીમા વિવાદ સર્જીને પંગો લેનાર ચીનના ટાર્ગેટ પર તાઈવાન પણ છે. તાઈવાનને તો પોતાનો જ હિસ્સો માનતુ ચીન છાશવારે તાઈવાન પર હુમલો કરવાની ધમકી આપવાની સાથે સાથે તેની હવાઈ સીમામાં પણ ઘૂસણખોરી કરતુ હોય છે. જોકે આ વખતે ચીને અત્યાર સુધીની સૌથી મોટી ઘૂસણખોરી કરી છે.મળતા અહેવાલ પ્રમાણે ચીને તાઈવાનની હવાઈ સીમામાં પોતાની વાયુસેનાના ૨૪ લડાકુ વિમાનો એક સાથે મોકલ્યા હતા.અલગ અલગ પ્રકારના વિમાનોમાં કેટલાક પરમાણુ બોમ્બ લોન્ચ કરી શકે તેવા બોમ્બર વિમાનોનો પણ સમાવેશ થતો હતો.
મીડિયા રિપોર્ટ પ્રમાણે આ પહેલા ચીની વાયુસેનાના વિમાનોએ ૧૯ ફેબ્રુઆરીએ મોટા પાયે ઘૂસણખોરી કરી હતી.તે વખતે ચીને તાઈવાન પર ધોંસ જમાવવા માટે પોતાના નવ વિમાનોને મોકલ્યા હતા.
ચીને તો ધમકી પણ આપેલી છે કે, તાઈવાનની સ્વતંત્રતાના મતલબ જ યુધ્ધ થાય છે.તાઈવાનને મદદ કરતા આવેલા અમેરિકાને પણ ચીન ધમકી આપી ચુક્યુ છે.ચીનના રક્ષા મંત્રાલયના પ્રવકતાએ જાન્યુઆરીમાંપ ણ કહ્યુ હતુ કે, જે લોકો આગથી રમી રહ્યા છે તેઓ પોતે પણ આ આગમાં સળગી જઈ શકે છે.તાઈવાનની સ્વતંત્રતાનો મતલબ યુધ્ધ જ થાય છે.