Charotar Sandesh
સ્પોર્ટ્સ

સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો…

ન્યુ દિલ્હી : મહેન્દ્રસિંહ ધોની પછી હવે સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. ભારતીય ક્રિકેટ ટીમના બેટ્‌સમેન સુરેશ રૈનાએ સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ બાદ રૈનાએ તેના સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે તે પણ આ યાત્રામાં જોડાઈ રહ્યો છે.
સુરેશ રૈનાએ ભારતીય ક્રિકેટ ટીમમાં મિડલ ઓર્ડરના બેટિંગ ક્રમમાં ભૂમિકા ભજવી છે. જો કે હવે સુરેશ રૈના ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા મળશે. સાથે જ સુરેશ રૈના આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી મહેન્દ્ર સિંહ ધોની સાથે પણ રમે છે. સુરેશ રૈનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ધોની સાથેની પોતાની એક તસવીર શેર કરતાં લખ્યું કે, ‘તમારી સાથે રમવું એ એક સુંદર અનુભવ હતો માહી. હું ગર્વ સાથે આ યાત્રામાં તમારો સાથી બની રહ્યો છું. આભાર ભારત. જય હિન્દ!

રૈનાને ટેસ્ટ મેચમાં વધારે તક મળી ન હતી. પરંતુ તેણે વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા પ્રયત્નો કર્યા. રૈનાએ ૧૯ મેચોમાં ૨૬.૧૮ ની એવરેજથી ૭૬૮ રન બનાવ્યા હતા. રૈનાએ વન ડેમાં ૨૨૬ મેચ રમી હતી અને ૩૫.૩૧ ની એવરેજથી ૫,૬૧૫ રન બનાવ્યા હતા. રૈનાએ વનડેમાં ૫ સદી અને ૩૬ અડધી સદી ફટકારી હતી. રૈનાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ એક મહાન ટ્રેક રેકોર્ડ બનાવ્યો છે. ૧૦૯ ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેણે ૪૨.૧૫ની એવરેજથી ૬૮૭૧ રન બનાવ્યા. તેણે ૧૦૯ મેચોમાં ૧૪ સદી અને ૪૫ અડધી સદી પણ ફટકારી હતી. ભારતીય ક્રિકેટ ઇતિહાસના દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ શનિવારે સાંજે સાત વાગ્યે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તેની સાથે જ સુરેશ રૈનાએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં નિવૃત્તિની ઘોષણા કરી અને ક્રિકેૉટ જગત જોતું રહી ગયું.

Related posts

પીએમ મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા : ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને પ વિકેટથી હરાવ્યું

Charotar Sandesh

ઈંઝમામને પછાડી સ્મિથે બનાવ્યો સૌથી વધુ અર્ધશતક બનાવવાનો રેકોર્ડ…

Charotar Sandesh

કોરોનાના કારણે ભારતીય ટીમના ૨૦૨૦-૨૧ના ક્રિકેટ શિડ્યુલમાં ફેરફાર થવાની સંભાવના

Charotar Sandesh